નવી દિલ્હીઃ વનડે વર્લ્ડકપની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચમાં આઠ વિકેટે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતીને ભારતને જીતવા માટે 273 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં સુકાની રોહિત શર્માની ધમાકેદાર બેટિંગને કારણે ભારતે સરળતાથી અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું.
રોહિતે માત્ર 30 બોલમાં અડધી સદી ફટકારી હતી. ઝડપી અડધી સદી કર્યા પછી રોહિત શર્માએ માત્ર 63 બોલમાં સદી ફટકારીને નવો વિક્રમ નોંધાવ્યો હતો. વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત વતીથી સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીની યાદીમાં રોહિતનું નંબર વન બન્યો છે. તેણે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કપિલે 1983 ODI વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે 72 બોલમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત, રોહિતે વધુ (555) સિક્સર મારવાના વિક્રમની સાથે વનડે વર્લ્ડ કપમાં હજારથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાને નામે બનાવ્યો છે, જેમાં ચાર ખેલાડીનો સમાવેશ થાય છે.
પહેલી મેચમાં નિષ્ફળ રહેલા રોહિત શર્માએ આજની મેચમાં 131 રન ફટકારીને સૌથી વધુ સિકસર બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી અને ઈશાન કિશને પણ નોંધપાત્ર રન બનાવ્યા હતા, જેમાં વિરાટે 56 બોલમાં પંચાવન અને ઈશાને 47 બોલમાં 47 રન કર્યા હતા.
આજે અફઘાનિસ્તાન સામે ભારતે 35 ઓવરમાં 273 રન કરીને શાનદાર જીત મેળવી હતી. અફઘાનિસ્તાન વતીથી અઝમતુલ્લા ઓમરઝાઈ, મહોમ્મદ નબી, મુજબ ઉર રહેમાન, ફઝલહક ફારુકી અને રશિદ ખાન વગેરે ખર્ચાળ બોલર સાબિત થયા હતા, જેમાં રાશિદ ખાને આઠ બોલમાં 57 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વનડે વર્લ્ડ કપની ભારતે આ બીજી વખત મોટી જીત મેળવી છે, જેમાં અફઘાનિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું.
Taboola Feed