મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રી લંકા વચ્ચેની વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ સાથે આક્રમક બોલિંગને કારણે લંકા સામે 27 વર્ષે વેર વાળ્યું હતું. પહેલી બેટિંગમાં ભારતે આઠ વિકેટે 357 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો, પરંતુ 19.3 ઓવરમાં શ્રીલંકાની ટીમ પંચાવન રને ઓલઆઉટ થઈ હતી. સૌથી મોટી જીત મેળવવા સાથે ભારતે સત્તાવાર રીતે પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં એન્ટ્રી લીધી છે. વર્લ્ડ કપ જીત્યા પહેલા આજની શાનદાર જીતથી ટીમ ઈન્ડિયાએ ભારતીયોનું દિલ જીતી લીધું હતું.
1996ના વન-ડે વર્લ્ડ કપની મેચમાં શ્રીલંકા સામે ભારતની શરમજનક હાર થઈ હતી, જેમાં ભારતીય ટીમ સાવ સસ્તામાં ઘરભેગી થઈ હતી. એ પછી ભારતે વાનખેડે સ્ટેડિયમમાં મોટા માર્જિનથી શ્રીલંકાને હરાવ્યું હતું. આજની ઐતિહાસિક જીત સાથે ભારત વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં સ્થાન લઈ લીધું છે.
વન-ડે વર્લ્ડ કપની 33મી મેચમાં શ્રી લંકા સામે ભારતીય ટીમના ધુરંધર ઓપનરે શાનદાર બેટિંગ કર્યા પછી ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહ, મહોમ્મદ શામી અને મહોમ્મદ સિરાજીની ત્રિપુટીએ આક્રમક બોલિંગ કરીને પંચાવન રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતે 357 રન કર્યા હતા, પરંતુ શ્રી લંકાના પાંચ બેટર ઝીરો રનમાં આઉટ થયા હતા.
દસ બેટરનો સ્કોર જોઈ લોઃ 0, 0, 1, 0, 1, 12, 0, 0, 12, 14, 5
શ્રીલંકાએ બીજા દાવમાં 358 રનના પડકારજનક લક્ષ્યાંક અચીવ કરવા આવી હતી, પરંતુ તબક્કાવાર વિકેટ ગુમાવતા હાર્યું હતું. શ્રી લંકાની ટીમવતીથી એકથી દસ બેટ્સમેનમાં પથુમ નિશંકાએ ઝીરો, દિમુથ કરુણારત્ને ઝીરો, કુશલ મેન્ડીસે એક, સદીરા સમરવિક્રમા ઝીરો, ચરિથ અસાલંકાએ એક, એન્જેલો મેથ્યુસ 12, દુશન હેમંતા ઝીરો, ચમીરા ઝીરો, મહીશ થીશાકાએ 12, કશુન રજિંતાએ 14 અને દિલશાન મધુશંકાએ પાંચ રન કર્યા હતા.
શમીનો દબદબો, સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બન્યો…
શ્રીલંકન ટીમને એક પછી પછી પેવેલિયન ભેગી કરવામાં ભારતીય બોલરોનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. શ્રી લંકા સામે બોલિંગ કરતી વખતે મોહમ્મદ શમીએ યાદગાર પર્ફોર્મન્સ આપીને બેટ્સમેનોને રમવા જ નહોતા દીધા. આ જ મેચમાં શમીએ પોતાના નામે એક અનોખો વિક્રમ પણ નોંધાવ્યો હતો અને આ સાથે જ તે વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની ગયો છે.
અત્યાર સુધીમાં વનડે વર્લ્ડકપમાં 14 મેચમાં 45 વિકેટ લીધી હતી અને તેની એવરેજ 12.95 અને ઈકોનોમી રેટ 4.90નો છે. શમીએ ઝાહિર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ મૂકીને આજે પાંચ વિકેટ લઈને આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઝાહિરે 23 વનડે વર્લ્ડકપની મેચમાં 4.47ની ઈકોનોમી રેટ સાથે 44 વિકેટ લીધી હતી. જ્યારે શ્રીનાથે 34 વનડે વર્લ્ડકપ મેચમાં 4.32 ઈકોનોમી રેટ સાથે 44 વિકેટ લીધી હતી
શ્રીલંકાની દસ વિકેટમાં સૌથી વધુ વિકેટ મહોમ્મદ શામીએ લીધી હતી. મહોમ્મદ શામીએ પાંચ ઓવરમાં પાંચ વિકેટ લીધી હતી, જેમાં એક મેડન સાથે 18 રન આપ્યા હતા. શામી સિવાય મહોમ્મદ સિરાજે સાત ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બે મેઈડન ઓવર નાખી હતી. કુલદીપ યાદવને વિકેટ મળી નહોતી, પરંતુ જાડેજાને એક વિકેટ મળી હતી.
Taboola Feed