IPL 2024સ્પોર્ટસ

કોહલી (Virat Kohli)એ રિટાયરમેન્ટ (Retirement) વિશે દિલ ખોલીને વાત કરી, કહી દીધું કે ‘હું એક વાર છોડી દઈશ તો…’

Bengaluru: Virat Kohliનું નામ બોલાય ત્યારે તેના વિશે ‘મહાન ક્રિકેટર’, ‘બેસ્ટ બૅટર’, ‘ક્રિકેટિંગ લેજન્ડ’, ‘ફિટેસ્ટ ક્રિકેટર’, ‘રેકૉર્ડ-બ્રેકર’, ‘દરેક ટીમનું સર્વશ્રેષ્ઠ ગૌરવ’ અને એવી બીજી ઘણી ઓળખ યાદ આવી જાય. વર્તમાન ક્રિકેટનો અને આઇપીએલનો આ સર્વશ્રેષ્ઠ બૅટર રિટાયરમેન્ટ જાહેર કરશે ત્યારે તેના કરોડો ચાહકો નિરાશ થશે. જેમ સચિન તેન્ડુલકર અને એમએસ ધોનીને તેમના કેટલાક ચાહકો ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાવે છે એવી રીતે કોહલી વિશે પણ કહેવામાં આવશે તો જરાય નવાઈ નહીં લાગે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી સચિન અને ધોનીની નિવૃત્તિ પછી હવે મોટી હસ્તી તરીકે ઓળખાતા કોહલીના રિટાયરમેન્ટ વિશે હમણાં નક્કરપણે તો કોઈ મુદ્દો નથી, પરંતુ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પોતાની ભાવિ નિવૃત્તિ વિશે હળવો સંકેત આપતા કહ્યું, ‘હું ક્રિકેટને મારું સર્વસ્વ આપવા માગુ છું અને કંઈ પણ કામ અધૂરું છોડવા નથી માગતો. એક વાર મને લાગશે કે મારું કામ પૂરું થઈ ગયું છે તો હું રમવાનું છોડી દઈશ અને પછી થોડો સમય કોઈને દેખાઈશ પણ નહીં.’

35 વર્ષના કોહલીએ 113 ટેસ્ટમાં 29 સેન્ચુરી અને 30 હાફ સેન્ચુરીની મદદથી 8,848 રન બનાવ્યા છે. 292 વન-ડેમાં તેના નામે 13,848 રન છે જેમાં 50 સેન્ચુરી અને 72 હાફ સેન્ચુરી સામેલ છે. 117 ટી-20 ઇન્ટરનૅશનલમાં કોહલીએ એક સેન્ચુરી અને 37 હાફ સેન્ચુરી સાથે 4,037 રન બનાવ્યા છે. આઇપીએલના ઇતિહાસમાં કોહલીના નામે 7,924 રન છે જેમાં રેકૉર્ડ-બ્રેક આઠ સેન્ચુરી અને પંચાવન હાફ સેન્ચુરી સામેલ છે. વર્તમાન આઇપીએલની સીઝનમાં તેના 661 રન તમામ બૅટર્સમાં હાઇએસ્ટ છે. 2008માં કોહલીના સુકાનમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો હતો એ પછી થોડા જ સમય બાદ આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ કોહલીને ખરીદી લીધો હતો.

કોહલીએ ઓપનિંગમાં અને રોહિતે વનડાઉનમાં રમવું જોઈએ: અજય જાડેજા

કોહલીમાં હંમેશાં રન બનાવવાની અખૂટ ભૂખ રહી છે. બેન્ગલૂરુની ટીમ હજી સુધી એકેય ટાઇટલ નથી જીતી શકી એમ છતાં આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં કોહલી સૌથી લોકપ્રિય ખેલાડી રહ્યો છે. એવી કઈ વાત છે જેને કારણે તમે હજી એકસરખા અભિગમ સાથે રમતા રહ્યો છો? એવા સવાલના જવાબમાં તેણે કહ્યું છે, ‘મને ક્યારેય કોઈ વાતનો ખેદ નથી રહ્યો અને જીવનમાં મને આ ઝંખનાને કારણે જ હું મારી રીતે આગળ વધી શક્યો છું. જો એ દિવસે મેં ફલાણું કર્યું હોત તો સારું થયું હોત એવો ખેદ હું ક્યારેય મનમાં રાખતો જ નથી, કારણકે હું જાણું છું કે હું કંઈ કાયમ તો રમતો રહેવાનો નથી. દરેક સ્પોર્ટ્સમૅનની કરીઅરનો ક્યારેક તો અંત આવતો જ હોય છે. હું કોઈ ખેદ સાથે કારકિર્દી પૂરી કરવા પણ નથી માગતો. હું ક્યારેય કોઈ કામ અધૂરું છોડતો નથી. કોઈ કામ અધૂરું છૂટે એનો પછીથી અફસોસ થતો હોય છે. એવું ન થાય એની હું સતત તકેદારી રાખતો હોઉં છું. ક્યારેય હું કામ અધૂરું છોડીશ પણ નહીં અને જે ઘડીએ મને થશે કે મારું કાર્ય હવે પૂરું થયું ત્યારે હું રમવાનું છોડી દઈશ અને થોડો સમય કોઈ મને જોઈ પણ નહીં શકે. એટલે ફરી કહું છું કે હું રમું છું ત્યાં સુધી બનતું બધુ જ કરી છૂટીશ અને આ અભિગમે જ મને હજી રમતો રાખ્યો છે.’



ગાંગુલીએ કોહલીની 92 રનની આક્રમક ઇનિંગ્સ જોઈને ભારતીય ટીમ-મૅનેજમેન્ટને સલાહ આપી કે…

કોહલી આગામી જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં છે. તેણે આઇપીએલની વર્તમાન સીઝનમાં હાઈએસ્ટ 661 રન બનાવ્યા હોવાથી વિશ્ર્વકપ બાબતમાં તેની પાસે ટીમ ઇન્ડિયાને તેમ જ તેના કરોડો ચાહકોને ઘણી મોટી અપેક્ષા છે.
હરભજન સિંહે તાજેતરમાં જ કહ્યું હતું કે ‘કોહલી અત્યારે જે જબરદસ્ત ફૉર્મમાં છે અને તેનામાં જે અસાધારણ સંકલ્પશક્તિ તેમ જ આક્રમકતા છે એ જોતાં આરસીબીએ તેને ફરી કૅપ્ટન્સી સોંપવી જોઈએ.’
સાઉથ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસી હાલમાં બેન્ગલૂરુની ટીમનો કૅપ્ટન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો