IPL 2024

હૈદરાબાદનો યુ-ટર્ન, મુંબઈ સામે રેકૉર્ડ કર્યા પછી ગુજરાત સામે એકેય હાફ સેન્ચુરી નહીં

અમદાવાદ: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 27મી માર્ચે હોમ-પિચ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે 277/3ના વિક્રમજનક સ્કોર સાથે રાજ કર્યું હતું, પણ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે એ જ વિક્રમાદિત્યો અસરહીન સાબિત થયા. બૅટિંગ લીધા પછી પહેલા તો તેમણે નબળી શરૂઆત કરી અને પછી સમયાંતરે વિકેટ ગુમાવતા રહીને છેવટે (20 ઓવરને અંતે) 162/8નો સ્કોર નોંધાવ્યો હતો.

મુંબઈ સામે જે બૅટર્સે છગ્ગા-ચોક્કાથી ધમાલ મચાવી હતી અને મુંબઈના બોલર્સની ધુલાઈ કરી હતી તેઓ ગુજરાતના બોલર્સ સામે એટલી હદે નબળા સાબિત થયા કે એમાંનો એકેય બૅટર હાફ સેન્ચુરી ન ફટકારી શક્યો. 27મી માર્ચે હિન્રિચ ક્લાસેનને અણનમ 80 રન, અભિષેક શર્માએ 63 રન, ટ્રેવિસ હેડે 62 રન અને એઇડન માર્કરમે અણનમ 42 રન બનાવ્યા હતા. જોકે અમદાવાદના મેદાન પર ગુજરાત સામે ક્લાસેન 24 રન, અભિષેક 29 રન, હેડ 19 રન અને માર્કરમ 17 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

આપણ વાંચો: IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…

અભિષેક અને અબ્દુલ સામદના 29-29 રન ટીમમાં હાઈએસ્ટ હતા. મયંક અગરવાલ માત્ર 16 રન અને શાહબાઝ અહમદ બાવીસ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.

ગુજરાતનો પેસ બોલર મોહિત શર્મા ત્રણ વિકેટ સાથે સૌથી સફળ બોલર બન્યો હતો, જ્યારે ઓમરઝાઇ તેમ જ ઉમેશ યાદવ, રાશીદ ખાન અને નૂર અહમદ એક-એક વિકેટ લઈ શક્યા હતા.

હૈદરાબાદની ટીમ ગુજરાતને 163 રનનો જે લક્ષ્યાંક આપી શકી હતી એ બહુ મોટો નહોતો, પરંતુ ડિફેન્ડ થઈ શકે એવો પણ હતો.

ટ્રેવિસ હેડ અને પૅટ કમિન્સ માટે અમદાવાદનું ગ્રાઉન્ડ યાદગાર બની ગયું છે. 19મી નવેમ્બરે ઑસ્ટ્રેલિયાએ ભારતને વર્લ્ડ કપની ફાઇનલ આ જ મેદાન પર જીતી લીધી હતી. હેડ એમાં 137 રન બનાવીને મૅન ઑફ ધ ફાઇનલ બન્યો હતો અને કમિન્સ ત્યારે ચૅમ્પિયન કૅપ્ટન બન્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button