IPL 2024આપણું ગુજરાતસ્પોર્ટસ

અમદાવાદમાં હાઈ અલર્ટ, સનરાઇઝર્સની વિસ્ફોટક બૅટિંગથી સૌ કોઈ સાવધાન

ટ્રેવિસ હેડ માટે અમદાવાદનું સ્ટેડિયમ ફેવરિટ, વર્લ્ડ કપની ફાઇનલ ભારત તેને લીધે જ હારેલું

અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં બે મૅચ, એક જીત, એક હાર, બે પૉઇન્ટની એકસરખી સ્થિતિમાં છે, પરંતુ બન્ને ટીમના હાઈએસ્ટ ટોટલ પર નજર કરીએ અને એસઆરએચ ટીમ હાલમાં જે જબરદસ્ત ફૉર્મમાં છે એ ધ્યાનમાં લઈએ તો બન્ને ટીમ વચ્ચે મોટું અંતર છે એમ કહી શકાય. હૈદરાબાદે હજી ત્રણ જ દિવસ પહેલાં તોફાન મચાવી દીધું હતું. 277/3ના આઇપીએલના રેકૉર્ડ-બ્રેક ટોટલ સાથે પૅટ કમિન્સની ટીમે ધમાલ મચાવી દીધી હતી અને પછી મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) સામેની એ મૅચ જીતી લીધી હતી. બીજી તરફ, 2022ની ચૅમ્પિયન જીટીનો હાઈએસ્ટ સ્કોર એસઆરએચ કરતાં ઘણો ઓછો છે. જીટીએ ત્રણ વિકેટે 233 રન ગયા વર્ષે એમઆઇ સામે જ બનાવ્યા હતા.”

આ પણ વાંચો: રાહુલે પંજાબ સામેની મૅચમાં કૅપ્ટન્સી કેમ પૂરનને સોંપી દીધી?

રવિવારે જીટી અને એસઆરએચ વચ્ચેની ટક્કર (બપોરે 3.30 વાગ્યાથી) રોમાંચક થવાની પાકી સંભાવના છે. હેડ-ટુ-હેડ મુકાબલામાં જીટીનો હાથ થોડો ઉપર છે, કારણકે એ ત્રણમાંથી બે મુકાબલા જીત્યું છે. જોકે હૈદરાબાદના ચાર બૅટર્સ અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, હિન્રિચ ક્લાસેન અને એઇડન માર્કરમ હાલમાં બૅટિંગમાં જે રીતે બેકાબૂ છે એ જોતાં એમઆઇની જેમ જીટીના બોલર્સની પણ ધુલાઈ થઈ શકે છે. ચાર દિવસ પહેલાં હૈદરાબાદમાં તેમણે મુંબઈ સામે કુલ 18 છગ્ગા ફટકાર્યા હતા.


આ પણ વાંચો: IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…

એમાં પણ ટ્રેવિસ હેડ માટે અમદાવાદ માનીતું છે. નવેમ્બરની 19મીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેના કુલ 19 બાઉન્ડરીઝથી બનેલા 137 રન વર્લ્ડ કપની ભારતને ભારે પડેલા અને ઑસ્ટ્રેલિયનોએ ટ્રોફી જીતી લીધી હતી.
અમદાવાદની બૅટિંગ-પિચ પર 2021ની સાલથી ફર્સ્ટ-ઇનિંગ્સનો સરેરાશ વિનિંગ સ્કોર 188 રન રહ્યો છે.


આ પણ વાંચો: અશ્ર્વિન આવ્યો હાર્દિકની તરફેણમાં, ફૅન્સને કહ્યું, ‘બીજા કોઈ દેશમાં આવું જોયું છે તમે?’

ફેસ-ટુ-ફેસની વાત કરીએ તો શુભમન ગિલ (કૅપ્ટન, જીટી)ને ભુવનેશ્ર્વર કુમાર (પેસ બોલર, એસઆરએચ) સામે બહુ નથી ફાવતું. ભુવીના 48 બૉલમાં તે માત્ર 50 રન બનાવી શક્યો છે અને નવ ઇનિંગ્સમાં ત્રણ વાર તેની બોલિંગમાં આઉટ થયો છે. બીજી તરફ, 2024ની આઇપીએલમાં ક્લાસેને સરેરાશ દર 5.4 બૉલ પછી સિક્સર ફટકારી છે એટલે જીટીએ સાવધ રહેવા જેવું તો છે જ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button