IPL 2024સ્પોર્ટસ

મિશેલ સ્ટાર્ક માટે ગૌતમ ગંભીરે કરી મોટી વાત, હવે શું કહ્યું?

નવી દિલ્હીઃ આઈપીએલની મિનિ ઓક્શનમાં મિશેલ સ્ટાર્ક માટે ફ્રેન્ચાઈઝી દ્વારા ઐતિહાસિક બોલી લગાવવાના નિર્ણયને યોગ્ય હતો. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એક્સ ફેક્ટર સાબિત થશે અને આક્રમક બોલિંગ માટે પણ લીડર બનશે, એમ કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના મેન્ટોર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું.

આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ડીલ થવાના અહેવાલ સાથે મિશેલના અગાઉના પ્રદર્શનને લઈને સવાલો કરવા મુદ્દે ગંભીર મોટું નિવેદન આપ્યું હતું. ગૌતમ ગંભીર પણ ઓક્શનમાં હાજર રહ્યા હતા. સ્ટાર્ક એક આક્રમક બોલર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. નવા બોલથી પણ બોલિંગ કરવા સાથે ડેથ ઓવરમાં બોલિંગ કરી શકે છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે આક્રમક બોલિંગ માટે લીડ કરી શકે છે.

ગૌતમ ગંભીરે કહ્યું હતું કે બંને બોલર અમારા માટે મદદકર્તા સાબિત થઈ શકે છે, કારણ કે બંને બોલર છે પ્રતિભાશાળી અને મેદાનમાં મદદ માટે તમને કોઈની જરુરિયાત હોય તો સ્ટાર્ક ચોક્કસ તેની ભૂમિકામાં સાચો પુરવાર થશે. ગંભીરે કહ્યું હતું કે બોલિંગ માટે જ નહીં, આક્રમક બોલિંગ માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે અને બોલરને પણ મદદ કરશે.

કેકેઆરના ભૂતપૂર્વ સુકાની ગૌતમ ગંભીરે કહ્યું હતું અમારી બોલિંગ લાઇન-અપમાં ઘણી બધી આક્રમકતા જોવા મળે છે. અમે હંમેશા મજબૂત બોલિંગ આક્રમણ ઇચ્છતા હતા અને હવે અમારી પાસે મુજીબુર રહેમાન, ગુસ એટકિન્સન, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી અને મિશેલ સ્ટાર્ક સાથે ઘણા બધા બોલરના વિકલ્પો છે અને અમારી પાસે ચેતન સાકરિયાની સાથે બે ભારતીય ઝડપી બોલર હર્ષિત રાણા અને સુયશ શર્મા પણ છે. ગઈકાલે દુબઈમાં આઈપીએલના ઓક્શનમાં સ્ટાર્કને 24.75 કરોડમાં ઐતિહાસિક રકમમાં ખરીદવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button