![Dhoni will play the last match today? What is CSK's special surprise…](/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-12T163832.897.jpg)
ચેન્નઈઃ Chennai Super Kings (CSK) આજે એટલે કે 12મી મેના રવિવારે છેલ્લી ડોમેસ્ટિક લીગ મેચ Rajsthan Royals (RR)સામે રમશે. આ સુપર સંડેની પહેલી મેચ હશે. આ મેચ પહેલાં ચેન્નઈના ફેન્સને મેચ બાદ મેદાન પર રોકાવવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. આ ભલામણને લોકો MS Dhoniના આઈપીએલના સંન્યાસ સાથે દોડીને જોઈ રહ્યા છે. કેટલાક ફેન્સ તો ચેન્નઈની આ જાહેરાત સાંભળીને જ ઈમોશનલ થઈ ગયા છે.
અહીંયા તમારી જાણ માટે CSK Vs RRની મેચ ચેન્નઈમાં આવેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં ચેન્નઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે સુપફેન્સને મેચ બાદ અહીં જ રોકાવવાની વિનંતી… પોસ્ટમાં આગળ એવું પણ લખવામાં આવ્યું છે તમારા માટે કંઈક સ્પેશિયલ આવી રહ્યું છે. આ સિવાય પોસ્ટરમાં પણ ફેન્સને મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં રોકાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ચેન્નઈએ જેવી આ પોસ્ટ શેર કરી એટલે લોકોએ આ પોસ્ટને થાલાના રિટાયરમેન્ટ સાથે જોડવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે સ્વાભાવિક છે કે હું રડી પડીશ.. બીજા એક યુઝરે લખ્યું કે આ તો ખૂબ જ ડરામણું છે તો વળી ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ માટે આભાર… જ્યારે અન્ય એક યુઝરે લખ્યું હતું કે શું આ ધોનીની છેલ્લી મેચ હશે?
અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં અત્યાર સુધી એકદમ શાનદાર ગેમ દેખાડી છે અને તેની બેટમાંથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો છે, જેને કારણે ફેન્સ એકદમ આનંદમાં આવી ગયા હતા. ધોની અત્યાર સુધી 12 મેચ રમી ચૂક્યો છે અને એમાંથી 68ની એવરેજ અને 226.67ના સ્ટ્રાઈક રેટથી 136 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા અને 12 છગ્ગા લગાવ્યા હતા.