ધનશ્રી ચહલની એ પોસ્ટ કોના માટે? સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો દોર શરૂ…
ગુરુવારે ઈન્ડિયા વર્સીસ શ્રીલંકાની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાની વિકટરી તો લોકો માટે ચર્ચાનું કારણ બની જ હતી પરંતુ એ સિવાય આ મેચ બીજા બે કારણસર વધુ ચર્ચામાં આવી હતી, જેમાંથી એક એટલે કે ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને એની પત્ની ધનશ્રી બેઠા હતા ત્યાં શ્રેયસ અય્યરે મારેલી જોરદાર સિક્સ અને બીજું કારણ એટલે મેચ દરમિયાન ધનશ્રી ચહલે પોસ્ટ કરેલી ઈન્સ્ટા સ્ટોરી…
મેચ દરમિયાન શ્રેયસ અય્યરે મારેલી જોદરાર સિક્સને કારણે ધનશ્રી અને યુઝવેન્દ્ર પર કેમેરા ફોકસ થયા હતા અને બસ અહીંથી જ લોકોનું ધ્યાન આ બંને પર ગયું. પછી તો પૂછવું જ શું? લોકોએ સોશિયલ મીડિયા પણ ખણખોદ કરવાનું શરૂ કરી દીધું અને એ જ સમયે આ બીજી સ્ટોરી સામે આવી જેના વિશે આપણે વાત કરવાના છીએ. જ્યારે મેચ દરમિયાન કેમેરો ચહલ તરફ ગયો ત્યારે તે મોબાઈલમાં વ્યસ્ત દેખાયો હતો, તો ધનશ્રી એની બાજું બેઠેલી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર બંને જણના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. મેચમાં જતા પહેલાં ધનશ્રીએ ચહલ સાથેની મિરર સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ગ્રાઉન્ડ પરથી પણ સેલ્ફી શેર કરી હતી. મેચ દરમિયાન ધનશ્રીએ કરેલી માર્મિક પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે અને લોકો આ પોસ્ટ જોઈને જાત જાતની અટકળો લગાવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ પોસ્ટ-
ધનશ્રીએ પોસ્ટ કરેલી સ્ટોરીમાં હોલીવૂડના એક ફેમસ કલાકાર કેનુ રેવ્હિસનું એક વાક્ય લખેલું છે અને આ વાક્ય એકદમ પરફેક્ટ હોવાનું તેણે કહ્યું હતું. ફોટોમાં એવો ક્વોટ લખાયેલો છે કે હું જીવનના એવા તબક્કા પર છું કે જ્યાં હું કોઈપણ ચર્ચામાં પડવા માગતો નથી. તો તમે 1+1=5 કહેશો તો પણ હું હા જ કહીશ…
હવે ધનશ્રીએ કયા સેન્સમાં આ સ્ટોરી પોસ્ટ કરી હતી અને તેનો ઈશારો કોની તરફ હતો એ તો એને અને રામ જ જાણે પણ તેની આ પોસ્ટને કારણે લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.