આન્દ્રે રસેલ (Andre Russell) અસલ રંગમાં…સેલિબ્રેશનમાં બૉલીવૂડની અભિનેત્રી સાથે કર્યો ડાન્સ | મુંબઈ સમાચાર

આન્દ્રે રસેલ (Andre Russell) અસલ રંગમાં…સેલિબ્રેશનમાં બૉલીવૂડની અભિનેત્રી સાથે કર્યો ડાન્સ

ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રવિવારે રાત્રે ચેન્નઈના ચેપૉકમાં આઇપીએલનું ત્રીજું ટાઇટલ જીતી લીધું ત્યાર બાદ ચૅમ્પિયન ખેલાડીઓએ પાર્ટીમાં ભરપૂર જશન મનાવ્યું હતું.

ઘણા ક્રિકેટરોને ડાન્સ કરવાનો પણ બહુ શોખ છે અને એમાં પણ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓની વાત આવે ત્યારે પૂછવાનું જ શું! યાદ છેને…ક્રિસ ગેઇલ, ડ્વેઇન બ્રાવો અને બીજા પ્લેયર્સ ભૂતકાળમાં આપણને વિજય પછીના સેલિબ્રેશનમાં થનગનતા જોવા મળ્યા હતા. આન્દ્રે રસેલ પણ એમાંનો એક છે જેણે રવિવારે રાતના ડિસ્કો થેકમાં બૉલીવૂડની અભિનેત્રી અનન્યા પાન્ડે (Ananya Pandey) સાથે ડાન્સ કર્યો હતો.

શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’ના સૉન્ગ ‘લૂટ પૂટ ગયા…’ પર અનન્યા અને રસેલ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ પાર્ટીની અમુક ઝલકનો વીડિયો વાઇરલ થયો છે. અનન્યા પાન્ડે અને શાહરુખની પુત્રી સુહાના ખાન વચ્ચે બહુ સારી દોસ્તી છે.

https://twitter.com/i/status/1795093262321045719

અનન્યા આઇપીએલ દરમ્યાન શાહરુખની ટીમ કેકેઆરની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચી હતી. તે રવિવારે ચેન્નઈમાં કેકેઆરની હૈદરાબાદ સામેની જીત વખતે સ્ટેડિયમમાં હતી અને પછી પાર્ટીમાં પહોંચી ગઈ હતી. એમાં રસેલ અને અનન્યા ડાન્સ કરવામાં મગ્ન હતા ત્યારે તેમની નજીક ટીમના હેડ-કોચ ચંદ્રકાન્ત પંડિત પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

અહીં ખાસ જણાવવાનું કે આ વખતની આઇપીએલમાં 222 રન બનાવવા ઉપરાંત 19 વિકેટ લઈને બોલર્સમાં ચોથો નંબર મેળવનાર રસેલનો બૉલીવૂડના ગીતો સાથેનો નાતો નવો નથી. તેણે તાજેતરમાં જ પોતાનું એક ગીત ‘લડકી તૂ કમાલ કી…’ આઇપીએલ દરમ્યાન રીલીઝ કરીને મ્યૂઝિક વર્લ્ડમાં ધમાલ મચાવી દીધી હતી. એમાં તેની સાથે અવિકા ગૌર પણ નજર આવી હતી. રસેલનું બૉલીવૂડમાં એ ડેબ્યૂ હતું.

સંબંધિત લેખો

Back to top button