IPL 2024સ્પોર્ટસ

અફઘાનિસ્તાન સામે ઈંગ્લેન્ડની હાર બાદ પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી…

અફઘાનિસ્તાને ODI વર્લ્ડ કપ 2023માં ઈંગ્લેન્ડને હરાવીને સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ ભલે હારી ગઈ હોય, પરંતુ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોનને હજુ પણ વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ચોક્કસપણે પહોંચશે. અફઘાનિસ્તાન સામેની હાર બાદ વોને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ હાર બાદ ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં ખૂબજ સ્ફૂર્તિથી પછી આવશે અને સેમીફાઈનલમાં પહોંચશે.

વોને એમ પણ લખ્યું હતું કે ઈંગ્લેન્ડની આ વખતની મેચને મને 2015, 2011, 2007, 2003, 1999 અને 1996ના વર્લ્ડ કપ યાદ અપાવી દીધી છે. જોકે ખાસ બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન ODI વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. 2015 બાદ ઇંગ્લેન્ડની ટીમે નવી વ્યૂહરચના બનાવી અને 2019 માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં સફળ રહી.

જ્યારે 2023 વર્લ્ડ કપ શરૂ થવાનો હતો ત્યારે ઘણા દિગ્ગજોએ ઈંગ્લેન્ડને વર્લ્ડકપ જીતવા માટે મજબૂત દાવેદાર ગણાવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડને હરાવી શકે તેવી કોઈને આશા હતી. પરંતુ અફઘાનિસ્તાની ટીમ આ વખતે સરસ રમી અને 69 રનથી જીત મેળવવામાં સફળતા મેળવી.

જોકે અફઘાનિસ્તાન સામેની હાર બાદ પણ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને વિશ્વાસ છે કે ઇંગ્લેન્ડની ટીમ આગામી મેચોમાં શાનદાર પ્રદર્શન કરશે. બટલરે કહ્યું હતું કે અમે આ રીતે શરૂઆત કરવા નહોતા માગતાં પરંતુ કોઈપણ રીતે અમે આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. અમારે આગામી મેચોમાં પૂરા આત્મવિશ્વાસ સાથે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું છે. અમારે પોતાની જાત પર વિશ્વાસ રાખવો પડશે.

આ ઉપરાંત તેને કહ્યું કે અમારી ટીમની જે ક્ષમતા હતી તે પ્રમાણે અમે રમી શક્યા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button