IPL 2024સ્પોર્ટસ

બે અમ્પાયર સાથે દલીલ કરી એટલે સૅમસનની મૅચ ફી કપાઈ ગઈ, જાણો કેટલી

નવી દિલ્હી: રાજસ્થાન રૉયલ્સને મંગળવારે દિલ્હી કૅપિટલ્સ સામે જીતીને પ્લે-ઑફમાં સત્તાવાર રીતે એન્ટ્રી મારનાર પ્રથમ ટીમ બનવાનો મોકો હતો, પણ કૅપ્ટન સંજુ સૅમસન (86 રન, 46 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ની શાનદાર ઇનિંગ્સ છેવટે પાણીમાં ગઈ, તેની ટીમ ડેથ ઓવર્સમાં જરૂરી રન ન બનાવી શકી અને દિલ્હીએ 20 રનથી વિજય મેળવી લીધો. કુલદીપ યાદવે 18મી ઓવરમાં બે વિકેટ લીધી અને ચાર જ રન આપ્યા ત્યારે જ બાજી દિલ્હીના કબજામાં લગભગ આવી જ ગઈ હતી.

જોકે આ મૅચ માત્ર પરિણામ સાથે પૂરી નહોતી થઈ. સૅમસનની વિકેટના મુદ્દે મોટી બબાલ થઈ હતી જેમાં સૅમસને મેદાન પરના બન્ને અમ્પાયર સાથે પોતાની વિકેટની બાબતમાં ખૂબ દલીલો કરી અને તેમના નિર્ણય બાબતમાં નારાજગી બતાવી એટલે સૅમસનની 30 ટકા મૅચ ફી કાપી લેવામાં આવી હતી.

222 રનના લક્ષ્યાંક સામે 16મી ઓવરમાં રાજસ્થાનનો સ્કોર ચાર વિકેટે 162 રન હતો ત્યારે સૅમસનને મુકેશ કુમારના બૉલમાં શાઇ હોપના હાથમાં કૅચઆઉટ જાહેર કરાયો હતો.

લૉન્ગ-ઑન બાઉન્ડરીની અડોઅડ શાઇ હોપે છાતી સુધીનો ઊંચો કૅચ પકડ્યો હતો. તે એક ક્ષણ માટે સંતુલન ગુમાવી બેઠો હતો. હોપનો પગ બાઉન્ડરી લાઇનને અડ્યો હતો કે નહીં એની અનિશ્ર્ચિતતા વચ્ચે ઑન-ફીલ્ડ અમ્પાયર્સે થર્ડ અમ્પાયર માઇકલ ગૉફની મદદ માગી હતી. તેમણે જાહેર કર્યું કે હોપે બાઉન્ડરી લાઇનને અડક્યા વગર કૅચ પકડી લીધો હતો.

જોકે સૅમસન મેદાન પરના અમ્પાયર કે.એન. અનંતપદમનાભન અને ઉલ્હાસ ગાન્ધે સાથે દલીલ કરવા લાગ્યો હતો. ઘણી દલીલ કર્યા બાદ સૅમસન મેદાન પરથી ગયો હતો. સૅમસન આઉટ થયો એ પહેલાં રાજસ્થાને 27 બૉલમાં 60 રન બનાવવાના હતા એટલે એ કટોકટીના તબક્કે આઉટ થવા બદલ સૅમસનનો પિત્તો ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker