સેમીફાઇનલ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટી ભેટ, ICC પ્લેયર ઓફ ધ મંથ માટે આ ખેલાડીના નામની થઇ જાહેરાત..
વર્લ્ડ કપ-2023માં ભારતીય ક્રિકેટ ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. વર્લ્ડ કપ શરૂ થયા બાદ અત્યાર સુધીની તમામ મેચમાં ભારત જીત્યું છે, પરિણામે પોઇન્ટ ટેબલ પર ભારતીય ક્રિકેટ ટીમે ટોપ પર પહોંચીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આ વચ્ચે ભારતીય ટીમ માટે વધુ એક ખુશખબરી છે, ટીમના પેસર જસપ્રીત બુમરાહને ઓક્ટોબર મહિના માટે ‘પ્લેયર ઓફ ધ મંથ’ માં નોમિનેશન મળ્યું છે.
બુમરાહની સાથે સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોક અને ન્યૂઝીલેન્ડ માટે ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારનાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રનને પણ ‘પ્લેયર ઓફ ધ મંથ’ માટે નોમિનેટ કરાયા છે.
આઇસીસીએ સોશિયલ મીડિયામાં પ્લેયર ઓફ ધ મંથના નોમિનેશન્સની જાહેરાત કરી હતી. જસપ્રીત બુમરાહ ઈજા બાદ લગભગ એક વર્ષથી ટીમની બહાર હતો, પરંતુ તેણે વર્લ્ડ કપમાં વાપસી કરીને તમામ ટીમના બેટ્સમેનોના છક્કા છોડાવી દીધા હતા. બુમરાહે વર્લ્ડ કપ-2023માં અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપીને આક્રમક પ્રદર્શન નોંધાવ્યું છે.