સ્પોર્ટસ

IPL 2024ના સ્થળ વિશેના મોટા સમાચાર

જાણો આગામી વર્ષે ક્યાં યોજાશે ઇવેન્ટ

IPL 2024ને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારતમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આમ છતાં આઈપીએલનું આયોજન દેશમાં જ થશે. IPLના અધ્યક્ષ અરુણ ધૂમલે પુષ્ટિ કરી છે કે ચૂંટણીને કારણે લીગને અન્ય દેશમાં શિફ્ટ કરવાની કોઈ યોજના નથી. તમને જણાવી દઈએ કે IPL 2009 અને 2014માં લોકસભા ચૂંટણીને કારણે પ્રભાવિત થઈ હતી. 2009ની આખી સિઝન દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. જ્યારે 2014માં પ્રથમ 20 મેચ યુએઈમાં રમાઈ હતી. 2019માં પણ ચૂંટણી અને IPLની તારીખો ટકરાઈ હતી. જોકે, આ વખતે આઈપીએલનું આયોજન ભારતમાં જ કરવામાં આવ્યું હતું.

એક ઈન્ટરવ્યુમાં અરુણ ધૂમલે કહ્યું કે IPL 2024નું શેડ્યૂલ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જાહેર કરવામાં આવશે. 2019માં પણ IPLનું શેડ્યૂલ ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું. જે રાજ્યોમાં મતદાન થયું હતું અથવા જ્યાં મતદાન શરૂ થવાનું બાકી હતું ત્યાં આઈપીએલની મેચો યોજાઈ હતી.


“2019માં પણ ચૂંટણીઓ હતી અને અમે IPLનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. હું માનું છું કે સરકાર અને અમારી સુરક્ષા એજન્સીઓ ચૂંટણી અને બાકીની ઇવેન્ટ એક સાથે કરાવવા માટે સક્ષમ છે. આવતા વર્ષે IPL ભારતમાં જ યોજાશે. શેડ્યૂલ મુજબ, અમને થોડો સમય લાગશે કારણ કે ચૂંટણી પંચ દ્વારા તારીખ જાહેર કર્યા પછી જ IPL 2024ના શેડ્યૂલ પર કામ કરવામાં આવશે.” એમ અરુણ ધૂમલે કહ્યું હતું.


લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની જરૂર રહે છે. આ કારણે IPL માટે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવી એક મોટો પડકાર સાબિત થાય છે. આ કારણે 2009 અને 2014ની IPLને બીજા દેશમાં શિફ્ટ કરવી પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button