IPL 2024સ્પોર્ટસ

શાહરૂખ ખાનની KKRએ કરી નાંખ્યો કાંડ, જે ફ્લાઇંગ KISS માટે હર્ષિત રાણા પર પ્રતિબંધ….

IPLની ફાઇનલ KKRની ટીમે જીતી લીધી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે હરાવી દીધુ હતું. આ ફાઇનલ મેચ KKRએ ઘણી સરળતાથી જીતી લીધી હતી. KKRનું આ ત્રીજું IPL ટાઇટલ હતું. હવે KKRની જીતની ઉજવણીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેની પર બબાલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શઆહરૂખ તેની પૂરી ટીમ સાથે જોવા મળી રહ્યો છે.

Also Read – કોનું દિલ તોડશે ગૌતમ ગંભીર, ભારત કે KKR? શાહરૂખ ખાને તો આપી દીધો ‘બ્લેન્ક ચેક’

ટ્રોફી જીત્યા બાદ શાહરૂખ ખાન અને KKRના તમામ ખેલાડીઓએ ફ્લાઇંગ કિસનો પોઝ આપીને જીતની ઉજવણી કરી હતી. આ પોઝ આ સિઝનમાં ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ફ્લાઈંગ કિસ સેલિબ્રેશનના કારણે KKRના ખેલાડી હર્ષિત રાણાને આઈપીએલની આ સિઝનમાં બે વખત દંડ ભરવો પડ્યો હતો. તેને એક મેચ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

Also Read – IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા

કેટલાક લોકોનું માનવું છે કે કોલકાતા નાઈટ રાઈડર્સે બીસીસીઆઈને જવાબ આપવા માટે આ ઉજવણી કરી છે. IPL 2024ની ત્રીજી મેચમાં હર્ષિત રાણાએ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ તેને ફ્લાઈંગ કિસ કરી હતી. જે બાદ હર્ષિત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ મામલો ચર્ચામાં આવ્યો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button