IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

RR vs DC: દિલ્હીનો કેપ્ટન રિષભ પંત બનાવશે આ રેકોર્ડ, આ ખેલાડીઓ પર સૌની નજર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 17મી સિઝનની નવમી મેચ આજે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે.રાજસ્થાને આ સિઝનની તેની પ્રથમ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને 20 રને હરાવ્યું હતું. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની તેની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ(PBKS) સામે 4 વિકેટે હાર થઇ હતી. ત્યારે DC સિઝનમાં જીતનું ખાતું ખોલાવવા મેદાને ઉતરશે.

આ મેચમાં સૌની નજર દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર રહેશે. આજે મેદાન પર ઉતરતાની સાથે જ રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે 100 મેચ રમનાર ખેલાડી બનશે. હાલમાં રિષભ પંત અને અમિત મિશ્રાએ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે 99-99 મેચ રમી છે. કાર એકસીડન્ટને કારણે થયેલી ઈજાઓમાંથી સ્વસ્થ થઇને રિષભ પંત પંજાબ કિંગ્સ સામે IPLમાં પુનરાગમન કર્યું હતું. તેણે 13 બોલમાં 18 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. જોકે પંતે વિકેટકિપર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું.


Also Read:https://bombaysamachar.com/sports/irfan-pathan-criticizes-hardik-pandya-batting-strike-rate-mi-srh-chase/


આજની મેચમાં રિષભ પંત ફોર્મ પરત મેળવી લાંબી ઇનિંગ રમે એવી ટીમ અને ચાહકોને અપેક્ષા છે, ત્યારે બીજી તરફ તેને રાજસ્થાન રોયલ્સના ટ્રેન્ટ બોલ્ટ, રવિચંદ્રન અશ્વિન અને યુઝવેન્દ્ર ચહલ જેવા અનુભવી બોલરોનો સામનો કરવો પડશે. ઇશાંત શર્માને પગની ઘૂંટીમાં ઈજાને કારણે DCની સમસ્યા વધી છે, તે કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે. ટીમને કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન જોડી પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે.

RRનો સંજુ સેમસન જબરદસ્ત ફોર્મમાં છે, તેને LSG સામેની મેચમાં અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. સતત પાંચમી વખત રોયલ્સ સિઝનની પ્રથમ મેચમાં અડધી સદી ફટકારીને, સેમસને આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકેનો પોતાનો દાવો મજબુત કર્યો છે.

RRનીઓ રિયાન પરાગ પણ સારા ફોર્મમાં જોવા મળ્યો હતો છે. રોયલ્સના ટોચના ચાર બેટ્સમેન દિલ્હીના બોલિંગ ઓર્ડરને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરશે અને આવી સ્થિતિમાં DCના કુલદીપ અને અક્ષરની ભૂમિકા મહત્વની રહેશે. રોયલ્સના બોલરો પણ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા.


Also Read:https://bombaysamachar.com/sports/yuvi-singh-chappal-comment-abhishek-sharma-batting/


IPLમાં અત્યાર સુધી દિલ્હી અને રાજસ્થાન વચ્ચે 27 મેચ રમાઈ છે. આ 27 મેચોમાંથી દિલ્હીએ 13માં જીત મેળવી છે જ્યારે રાજસ્થાને 14 મેચમાં જીત મેળવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button