IPL 2024સ્પોર્ટસ

IPL 2024 ફાઇનલમાં KKR ચેમ્પિયન બન્યા બાદ કહીં ખુશી કહીં ગમ ગંભીર-શાહરુખે ડાન્સ કર્યો, કાવ્યા મારન રડી પડ્યા

IPL 2024 સીઝનની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું હતું. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને માલિક શાહરૂખ ખાન મેદાનમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.


બીજી તરફ, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની માલિક કાવ્યા મારન સ્ટેડિયમમાં રડતી જોવા મળી હતી. જ્યારે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન પછી, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના કેપ્ટન શ્રેયસ અય્યરને જય શાહ અને રોજર બિન્ની દ્વારા IPL ટ્રોફી આપવામાં આવી હતી, ત્યારબાદ શ્રેયસ પોતે ટ્રોફી સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.


IPL ચેમ્પિયન બન્યા બાદ શ્રેયસ ઐય્યર સ્વાર્થી બની ગયો હતો. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યરને આઈપીએલ ટ્રોફી આપવામાં આવી હતી, ત્યારે શ્રેયસ અય્યરે ટીમના જુનિયર ખેલાડીઓને ટ્રોફી આપી ન હતી, પણ પોતાની પાસે જ રાખી મૂકી હતી. શ્રેયસ અય્યરના આ વર્તનને લઈને સોશિયલ મીડિયા પર તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કારણ કે રોહિત અને ધોની જેવા સફળ IPL કેપ્ટન ટ્રોફી જીતે છે ત્યારે ટીમના સૌથી યુવા ખેલાડીને IPL ટ્રોફી આપે છે. અને હવે IPLમાં આ જ શિરસ્તો પડી ગયો છે.

10 વર્ષ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ત્રીજી વખત IPL ટાઈટલ જીત્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને ટીમના મેન્ટર ગૌતમ ગંભીર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા અને ટીમની ટીમમાં હાજર તમામ ખેલાડીઓને ગળે લગાવીને પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

https://twitter.com/IPL/status/1794795109646831654

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના માલિક કાવ્યા મારનની ટીમે આ સિઝનમાં જે પ્રકારની રમત રમી હતી. તે પછી, ફ્રેન્ચાઇઝીને આશા હતી કે વર્ષ 2016 પછી, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફરી એકવાર આઇપીએલ ચેમ્પિયન બની શકે છે, પરંતુ ફાઇનલ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે કાવ્યા મારન મેચ પુરી થાય તે પહેલા જ સ્ટેડિયમમાં ઉદાસ જોવા મળી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button