IPL 2024સ્પોર્ટસ

IPL 2024: પ્લેઓફનો રોમાંચ ફિક્કો પડી શકે છે, ઇંગ્લેન્ડના આ 8 ખેલાડીઓને ટીમનો સાથ છોડવો પડશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, આ સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે. ત્યાર બાદ એલિમિનેટર મેચ 22મી મેના રોજ યોજાશે. આ સિઝનની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાવાની છે. પરંતુ આ વખતે પ્લેઓફનો રોમાંચ ફિક્કો પડી શકે છે. ઈંગ્લેન્ડના 8 ખેલાડીઓ IPLના પ્લેઓફ મેચમાં રમી નહીં શકે, જેથી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત પાંચ ટીમોને ફટકો પડશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે હાલમાં જ આ અંગે માહિતી આપી હતી.

ઈંગ્લેન્ડે હાલમાં જ T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરી છે. આજ ટીમ T20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન સામે ટી-20 સિરીઝ પણ રમશે. આ શ્રેણી 22મી મેથી શરૂ થશે. આ કારણોસર ઈંગ્લેન્ડના ખેલાડીઓ IPL 2024ના પ્લેઓફમાં રમી શકશે નહીં. પસંદ કરાયેલા ખેલાડીઓએ IPLના પ્લેઓફ પહેલા ઇંગ્લેન્ડ પરત ફરવું પડશે.

જોસ બટલરે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, બટલરે 9 મેચમાં 319 રન બનાવ્યા છે, તેણે 2 સદી પણ ફટકારી છે. ફિલિપ સોલ્ટે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે, તેણે 9 મેચમાં 392 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ માટે જોની બેરસ્ટોએ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ આ ખેલાડીઓ પ્લેઓફમાં રમી શકશે નહીં.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટી20 સીરીઝની પ્રથમ મેચ લીડ્ઝના હેડિંગલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં 22 મેના રોજ રમાશે. આ પછી સિરીઝની બીજી મેચ 25 મેના રોજ બર્મિંગહામમાં રમાશે. ત્રીજી મેચ 28 મેના રોજ કાર્ડિફમાં રમાશે. સિરીઝની છેલ્લી મેચ 30મી મેના રોજ લંડનમાં રમાશે.

આ પાંચ ટીમમાંથી ખેલાડીઓ બહાર થશે:
રાજસ્થાન રોયલ્સ: જોસ બટલર
ચેન્નાઈ સુપર કિંગ્સ: મોઈન અલી
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલ સોલ્ટ
પંજાબ કિંગ્સ: સેમ કુરન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર: વિલ જેક્સ, રીસ ટોપલી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ