IPL 2024સ્પોર્ટસ

CSK vs GT: ફાઈનલની હારનો બદલો લેવા ગુજરાત ટાઇટન્સ CSK સામે મેદાને ઉતરશે, આ ખેલાડીઓ પર રહેશે નજર

ચેન્નઈ: આજે મંગળવારે IPL 2024ની સાતમી મેચમાં ગત સિઝનના ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે મુકાબલો થશે. આ મેચ આજે સાંજે 7.30 વાગ્યાથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) સામે હારનો બદલો લેવા મેદાને ઉતરશે, જયારે CSK આ સીઝનમાં પણ દબદબો મજબુત કરવા દમખમ લગાવશે.

IPL 2023 ની ફાઇનલ આ બંને ટીમો વચ્ચે રમાઇ હતી, જ્યાં CSK એ IPL 2022ની વિજેતા રહેલી GTને હારવી હતી, રોમાંચક મેચમાં CSKએ જીત મેળવીને પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું હતું. CSK અને ગુજરાત ટાઇટન્સ બંને ટીમોએ IPLની આ સિઝનની શરૂઆત જીત સાથે કરી છે.


આ મેચ દરમિયાન બે યુવા કેપ્ટનો પર પણ સૌની નજર રહેશે. એમએસ ધોનીએ CSKની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી દીધી છે. હાર્દિક પંડ્યા મુંબઈની ટીમમાં સામેલ થઇ જતા ગુજરાતની ટીમની આગેવાની સંભાળતા ગિલ કરી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની CSK એ તેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને હરાવ્યું હતું. ત્યારે શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને જીત સાથે સિઝનની શરૂઆત કરી હતી.


અગાઉની સીઝનમાં બંને ટીમો વચ્ચે પાંચ મેચ રમાઈ છે, જેમાં GT એ ત્રણ અને CSKએ બે વખત જીત મેળવી હતી, GTની ત્રણેય જીત બીજા નંબરે બેટિંગ કરતી વખતે મળી હતી.


બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11:
ચેન્નાઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ તિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.
ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button