આમચી મુંબઈસ્પોર્ટસ

મોબાઇલ ચોરના હુમલામાં ઇન્ટરનેશનલ રનર મિનાજ નદાફ ગંભીર જખમી

મુંબઈ: વસઇમાં ભારતના ઇન્ટરનેશનલ રનર અને મહિલા રિક્ષાચાલક મિનાજ નદાફ પર હુમલો કરી તેમનો મોબાઇલ ફોન ચોરી થવાની ઘટનામાં તેઓ ગંભીર જખમી થયા હતા. મિનાજ નદાફ તેમની રિક્ષામાં ભાડું લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં બેસેલા પ્રવાસીએ તેમની સાથે મારપીટ કરી તેમનો મોબાઇલ છીનવી લીધો હતો. આ આરોપીને રોકવા મિનાજ નદાફ રિક્ષા સાથે અથડાતાં તેમને ગંભીર ઇજા થઈ હતી.

નાલાસોપારામાં રહેતા મિનાજ નદાફ મહિલા રિક્ષાચાલક છે તેમ જ તેઓ એક સ્પોર્ટ્સ એથ્લીટ પણ છે. મિનાજ નદાફએ 300 કરતાં વધુ મેરેથોન સ્પર્ધામાં ભાગ લઈને 180 જેટલા મેડલ મેળવ્યા છે. મિનાજ નદાફ શ્રીલંકાની એક સ્પર્ધામાં ભાગ લઈને પરત ફર્યા હતા અને ગુરુવારે રાતે તે રિક્ષા ચલાવી રહ્યા હતા. મિનાજે શ્રીલંકા ખાતે યોજાયેલી સ્પર્ધામાં બે બ્રોન્ઝ અને એક ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.

રાતે 10.30 વાગ્યાની આસપાસ મિનાજની રિક્ષામાં બેસેલા પ્રવાસીએ તેમની સાથે મારપીટ કરી તેમનો મોબાઇલ લઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઘટના બાદ મિનાજ આરોપીને પકડવા તેની પાછળ દોડી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવી રહેલી એક રિક્ષાએ તેમને ટક્કર મારતા તેઓ ગંભીર રીતે જખમી થયા હતા.

આ અકસ્માતમાં રિક્ષાની ટક્કર બાદ મિનાજ રસ્તા પર પડી ગયા જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ઇન્ટરનેશનલ રનર મિનાજ નદાફના ગરદન પર ઇજા થઈ છે, અને આરોપીની પોલીસે શોધ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button