T-20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ બદલાઇ શકે છે? આ ખેલાડી થઈ શકે સામેલ

ICC T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરાયેલ 15 સભ્યોની ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ સાથે અમેરિકા જવા રવાના થયા છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જોકે, ભારતીય સમય મુજબ તે 2 જૂનથી શરૂ થશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે તેનું આયોજન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ અમેરિકા ગયા નથી. તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની એક ટુકડી અમેરિકા પહોંચી ગઈ છે. તેમણે 25મી મેની રાત્રે ફ્લાઈટ લીધી હતી. રોહિત શર્માના નેતૃત્વમાં 11 ખેલાડીઓએ પ્રથમ ઉડાન ભરી હતી. ટીમના કોચ રાહુલ દ્રવિડ અને સપોર્ટ સ્ટાફ પણ તેમની સાથે હાજર હતો.
જે ચાર ખેલાડીઓ તેમની સાથે અમેરિકા જવા રવાના નહોતા થયા તેમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને યુવા ઓપનર યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે.
જોકે, હવે આ ચાર ખેલાડીનું ટીમ સાથે અમેરિકા નહીં જવાનું કારણ પણ સામે આવ્યું છે. હાર્દિક પંડ્યાએ અંગત કારણોને ટાંકીને BCCI પાસેથી થોડા દિવસનું એક્સટેન્શન માંગ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર વિરાટને વિઝા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સંજુ પણ અંગત કારણોસર પાછળથી ટીમ સાથે જોડાશે. યશસ્વી વિશે કશું જાણવા મળ્યું નથી કે તે ટીમ સાથે કેમ ન ગયો.
ટીમ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જો આ ચાર ખેલાડીઓ અમેરિકા નહીં પહોંચે તો વિરાટ કોહલીના સ્થાને રેયાન પરાગ, હાર્દિક પંડ્યાના સ્થાને નીતિશ રેડ્ડીને, યશસ્વી જયસ્વાલના સ્થાને અભિષેક શર્માનો સમાવેશ કરવામાં આવશે. અને સંજુ સેમસનની જગ્યાએ કેએલ રાહુલનો સમાવેશ કરવામાં આવશે.
T20 વર્લ્ડ કપ માટે ભારતની નવી ટીમઃ
ભારતની ટીમઃ રોહિત શર્મા (C), હાર્દિક પંડ્યા (VC), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WC), સંજુ સેમસન (WC), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ , જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રીઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન