સ્પોર્ટસ

ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી? અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક

રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ રવિવારે રાજકોટમાં બ્રિટિશરો સામે વધુ એક જીત હાંસલ કરીને નવો રેકૉર્ડ કાયમ કર્યો હતો.

ફેબ્રુઆરી, ૨૦૨૩માં દિલ્હીમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે ઑસ્ટ્રેલિયાને હરાવ્યું એ ભારતની કાંગારૂઓ સામેની ૩૨મી જીત હતી. આ મહિને વિશાખાપટ્ટનમમાં ભારતે ઇંગ્લૅન્ડને હરાવ્યું એ પણ ભારતની બ્રિટિશરો સામે ૩૨મી જીત હતી. હવે રાજકોટમાં તેમની સામે ૩૩મો વિજય મેળવ્યો છે. વર્તમાન સિરીઝમાં હજી બે મૅચ રમાવાની બાકી હોવાથી આ રેકૉર્ડ આગળ વધી શકે. સિરીઝ જીતી લેવાનો પણ ભારતને સારો મોકો છે, કારણકે અત્યારે બેન સ્ટૉક્સની કૅપ્ટન્સીમાં અને બ્રેન્ડન મૅક્લમના કોચિંગમાં ઇંગ્લૅન્ડની ટીમ ખૂબ ખરાબ હાલતમાં છે. આ બન્ને દિગ્ગજો હેઠળની ઇંગ્લિશ ટીમની આ સૌથી બૂરી હાર છે. એટલું જ નહીં, બીજા દાવના ૧૨૨ રન તેમની કૅપ્ટન્સી-કોચિંગ હેઠળની ટીમનું સૌથી નાનું ટોટલ પણ છે.

રવીન્દ્ર જાડેજા ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ રવિવારે ઘરઆંગણાની ટેસ્ટમાં નવમી વખત મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. એ સાથે, જાડેજાએ અનિલ કુંબલેની બરાબરી કરી હતી.
રોહિત શર્મા અત્યાર સુધીમાં ૧૧ ટેસ્ટ-સેન્ચુરી ફટકારી શક્યો છે અને એ તમામ ૧૧ સદીવાળી મૅચ ભારતે જીતી છે. બીજા કોઈ ખેલાડીની આવી ૧૦ સેન્ચુરી પણ નથી. ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ સાત મૅચ-વિનિંગ સેન્ચુરી સાથે રોહિત પછી બીજા નંબરે છે.

રાજકોટ ટેસ્ટમાં ભારતીયોએ કુલ ૨૮ સિક્સર ફટકારી હતી. કોઈ એક ટીમે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારી હોય એવી રેકૉર્ડ-બુકમાં ભારતનો આ વર્લ્ડ રેકૉર્ડ છે. એક સિરીઝમાં સૌથી વધુ ૪૮ સિક્સર ફટકારવાનો વિશ્ર્વવિક્રમ પણ ભારતના નામે છે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભારત (૫૯.૫૨ પર્સન્ટેજ) ત્રીજા પરથી બીજા નંબર પર આવી ગયું છે. ઑસ્ટ્રેલિયા (૫૫.૦૦ પર્સન્ટેજ)ને ભારતે ત્રીજા સ્થાને ધકેલી દીધું છે. ન્યૂ ઝીલૅન્ડ (૭૫.૦૦ પસેન્ટેજ) પહેલું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત