સ્પોર્ટસ

ઝિમ્બાબ્વે સામેની ભારતની પહેલી બે મૅચની ટીમમાંથી ત્રણ ખેલાડીને આરામ, ત્રણને તક

નવી દિલ્હી/હરારે: આગામી છઠ્ઠી જુલાઈએ (શનિવારે) હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે અને એ માટેની ભારતીય ટીમ હરારે જવા રવાના થઈ ચૂકી છે. શુભમન ગિલ આ ટીમનું નેતૃત્વ સંભાળશે. યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે અને સંજુ સૅમસનને પહેલી બે મૅચમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તેમના સ્થાને બી. સાંઇ સુદર્શન, હર્ષિત રાણા અને જિતેશ શર્માનો સમાવેશ કરાયો છે.

યશસ્વી, શિવમ અને સૅમસન ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝથી પાછા આવી રહ્યા છે.
યશસ્વી, શિવમ અને સૅમસન ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ મૅચ માટેની ટીમમાં સામેલ થશે એટલે સિરીઝની બે મૅચ પૂરી થશે એ પહેલાં જ હરારે પહોંચી જશે.

આ પણ વાંચો: IND vs ZIM: ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર માટે રવાના થઈ, જાણો સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

રિન્કુ સિંહ અને ખલીલ અહમદને વર્લ્ડ કપમાં નહોતું રમવા મળ્યું. જોકે તેમનો સ્ક્વૉડમાં સમાવેશ હતો. તેઓ બન્ને હવે વેસ્ટ ઇન્ડિઝથી સીધા હરારે પહોંચી જશે.

ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝની મૅચનું ટાઇમટેબલ આ મુજબ છે: 6 જુલાઈ, 7 જુલાઈ, 10 જુલાઈ, 13 જુલાઈ અને 14 જુલાઈ.

આ પણ વાંચો: જુઓ, ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટરને કયા પ્રાણીએ ઘાયલ કર્યો અને કોણે બચાવ્યો?

પહેલી બે અને છેલ્લી બે મૅચ ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યે શરૂ થશે. ત્રીજી મૅચ ડે-નાઇટ હોવાથી રાત્રે 9.30 વાગ્યાથી રમાશે.

પહેલી બે ટી-20 માટેની ભારતીય ટીમ:
શુભમન ગિલ (કૅપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિન્કુ સિંહ, રિયાન પરાગ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે, બી. સાંઈ સુદર્શન અને હર્ષિત રાણા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button