હનોઇ: વિયેતનામમાં રમાઈ રહેલી 2024 ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતના અનસ બેગ અને ડેક્લાન ગોન્સાલ્વેસે ઈતિહાસ રચી દીધો છે. આ ભારતીય જોડીએ આ ચેમ્પિયનશિપમાં દેશને પહેલો મેડલ અપાવ્યો છે. અનસ અને ડેક્લાને ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં ભારત માટે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ભારતીય ટેકબોલ ખેલાડીઓ ડેક્લાન ગોન્સાલ્વેસ અને અનસ બેગે ટેકબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2024માં મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે પહેલો મેડલ મેળવ્યો છે. આ ચેમ્પિયનશિપમાં 95 દેશોના કુલ 221 ખેલાડીએ પાંચ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. અંતિમ ચેમ્પિયન થાઇલેન્ડ સામેની સેમિફાઇનલમાં સખત હાર બાદ મળી છે.
ટેકબોલ એક એવી રમત છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી. આવી સ્થિતિમાં ભારતે મેડલ જીતવાની સાથે હવે આ રમત દેશમાં ચર્ચામાં આવી છે. આજે બધા આ રમતને ઓળખી ગયા છે. ટેકબોલ એ એક રમત છે જે ફૂટબોલ (સોકર)ના કૌશલ્યને ટેબલ ટેનિસની ચોકસાઇ સાથે મિશ્રિત કરે છે જેને ખાસ ડિઝાઇન કરેલા વક્ર ટેબલ પર રમાય છે, જેને ટેક ટેબલ કહેવાય છે. આમાં ખેલાડીઓ તેમના વિરોધીઓને હરાવવાના ઉદ્દેશ્ય સાથે નેટ પર બોલને ફટકારવા માટે તેમના હાથ સિવાય તેમના શરીરના કોઈપણ ભાગનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો : ICCના નવા અધ્યક્ષ જય શાહે બ્રિસ્બેન ઓલિમ્પિકના ટોચના અધિકારીઓ સાથે કરી મુલાકાત
આ રમત સિંગલ્સ અથવા ડબલ્સ (ટીમ) ફોર્મેટમાં રમી શકાય છે, જેમાં ખેલાડીઓને બોલને પરત કરતા પહેલા તેને ત્રણ વખત સ્પર્શ કરવાની મંજૂરી આપવામાં આવે છે, તે સુનિશ્ચિત કરે છે કે શરીરના એક જ ભાગ સાથે સતત કોઇ સ્પર્શ ના થાય.