Para Athletics Championships: ભારતની દીપ્તિ જીવનજીએ ગોલ્ડ જીત્યો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
20 વર્ષની ભારતીય એથ્લેટ દીપ્તિ જીવનજીએ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. દીપ્તિએ 55.07 સેકન્ડના સમય સાથે અમેરિકન બ્રેના ક્લાર્કનો 55.12 સેકન્ડનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો.
દીપ્તિ જીવનજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. (T20 વર્ગીકરણ એવા ખેલાડીઓ માટે છે જેઓ બૌદ્ધિક રીતે પડકારરૂપ છે. ) તેણે 400 મીટરની દોડ 55.07 સેકન્ડમાં પૂરી કરી હતી. દીપ્તિએ અમેરિકન એથ્લેટ બ્રેના ક્લાર્કનો રેકોર્ડ તોડ્યો, જે તેણે પેરિસમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાવ્યો હતો.
અગાઉ, દીપ્તિ જીવનજીએ રવિવારે યોજાયેલી હીટમાં 56.18 સેકન્ડનો સમય કાઢીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તેણે 56.18 સેકન્ડ સાથે એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે દીપ્તિએ વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
ભારતે અત્યાર સુધીમાં ચાર મેડલ જીત્યા છે, જેમાં1 ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.