સ્પોર્ટસ

વન-ડેમાં ભારતીય મહિલા ટીમનો છ વિકેટથી પરાજય

મુંબઇ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયન મહિલા સામે છ વિકેટથી પરાજય થયો હતો. ફોબે લિચફિલ્ડ (૭૮), એલિસ પેરી (૭૫), બેથ મૂની (૪૨), તાહલિયા મેકગ્રા (૬૮)એ ટીમને જીત અપાવી હતી. પ્રથમ વન-ડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે જેમિમાહ રોડ્રિગ્સની ૮૨ રનની શાનદાર ઇનિંગ અને પૂજાના અણનમ ૬૨ રનની શાનદાર ઇનિંગને કારણે ભારતે આઠ વિકેટે ૨૮૨ રન કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૨૮૨ રન કર્યા હતા. ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્સે સૌથી વધુ ૮૨ રન ફટકાર્યા હતા. પૂજા વાકરે અણનમ ૬૨ રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે બે-બે વિકેટ લીધી હતી. ડાર્સી બ્રાઉન, એનાબેલ સધરલેન્ડ, મેગન શુટ અને અલાના કિંગે એક-એક વિકેટ લીધી હતી.

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા એક રન કરી આઉટ થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button