શેફાલી સાત મહિને ભારતીય ટીમમાં, સ્નેહ રાણાની 27 મહિને ટી-20 ટીમમાં એન્ટ્રી

નવી દિલ્હીઃ ભારતની આક્રમક ઓપનર શેફાલી વર્મા (Shafali Verma)ને સાત મહિને ભારતીય ટીમમાં ફરી આવવા મળ્યું છે, જ્યારે ચાર દિવસ પહેલાં પૂરી થયેલી વન-ડેની ટ્રાયેન્ગ્યૂલરમાં સૌથી વધુ 15 વિકેટ લેવા બદલ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ મેળવનાર સ્પિન-ઑલરાઉન્ડર સ્નેહ રાણા (Sneh Rana)ને 27 મહિના બાદ ફરી એક વાર ભારતની ટી-20 ટીમમાં પ્રવેશ મળ્યો છે.
આગામી 28મી જૂનથી ઇંગ્લૅન્ડમાં પાંચ મૅચની ટી-20 સિરીઝ યોજાવાની છે અને એ માટેની મહિલા ટીમમાં શેફાલી તથા સ્નેહ, બન્નેને સામેલ કરવામાં આવી છે.
શેફાલીને નબળા ફૉર્મને લીધે ઑક્ટોબર, 2024 પછી ભારતીય ટીમમાં સ્થાન નહોતું મળ્યું. જોકે તાજેતરમાં રમાઈ ગયેલી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં તેણે નવ મૅચમાં 152.00ના સ્ટ્રાઇક-રેટ સાથે જે 304 રન કર્યા એને લીધે તેને ફરી ભારતીય ટીમમાં આવવા મળી રહ્યું છે. જોકે ઇંગ્લૅન્ડ (England) સામે જ રમાનારી વન-ડે સિરીઝની ટીમમાં શેફાલીનું નામ નથી.
આ પણ વાંચો: નીરજ ચોપડાનો ખુલાસો, `પાકિસ્તાનના નદીમ સાથે ગાઢ દોસ્તી ક્યારેય નહોતી અને હવે પછી તો…’
સ્નેહ રાણા ભારત વતી ટી-20માં છેલ્લે ફેબ્રુઆરી, 2023માં ટી-20 વર્લ્ડ કપમાં રમી હતી. વિકેટકીપર યાસ્તિકા ભાટિયાને પણ નવેમ્બર બાદ ફરી ભારતીય ટીમમાં એન્ટ્રી મળી છે.
ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની બન્ને ટીમની કૅપ્ટન્સી હરમનપ્રીત કૌરને સોંપાઈ છે. સ્મૃતિ મંધાના વાઇસ-કૅપ્ટન છે.
ભારતીય મહિલાઓ 28મી જૂનથી 12મી જુલાઈ સુધી પાંચ ટી-20 રમશે. ત્યાર બાદ 16-22 જુલાઈ દરમ્યાન ત્રણ વન-ડે રમાશે.
આ પણ વાંચો: ટેસ્ટની ચૅમ્પિયન ટીમને ઘી કેળાઃ જંગી વધારા બાદ કેટલી ઇનામી રકમ મળશે, જાણો છો?
ભારતની ટી-20 ટીમઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હર્લીન દેઓલ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરની, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સાયલી સત્ઘરે.
ભારતની વન-ડે ટીમઃ હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), પ્રતિકા રાવલ, હર્લીન દેઓલ, જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, શ્રી ચરની, શુચિ ઉપાધ્યાય, અમનજોત કૌર, અરુંધતી રેડ્ડી, ક્રાંતિ ગૌડ, સાયલી સત્ઘરે.