ભારતની મહિલાઓ જુનિયર એશિયા કપ હૉકીની ફાઇનલમાં પહોંચી ગઈ…
મસ્કત (ઓમાન)ઃ મહિલાઓની જુનિયર એશિયા કપ હૉકી ટૂર્નામેન્ટમાં ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને હવે વધુ એક ટાઇટલથી માત્ર એક ડગલું દૂર છે.
આ પણ વાંચો : `ટ્રેવિસ હેડ હૈદરાબાદ આવે ત્યારે તેની ધરપકડ જ કરી લેજે’, હરભજને સિરાજને આવું કેમ કહ્યું?
ભારતની મહિલા ટીમે શનિવારે અહીં જાપાનને સેમિ ફાઇનલમાં 3-1થી પરાજિત કરી દીધી હતી.
ભારત વતી એક-એક ગોલ મુમતાઝ ખાન (ચોથી મિનિટમાં), સાક્ષી રાણા (પાંચમી મિનિટમાં) અને દીપિકા (13મી મિનિટમાં)એ કર્યો હતો. જાપાન વતી એકમાત્ર ગોલ નિકો મૅરુયામાએ 23મી મિનિટમાં કર્યો હતો. જોકે એ સિવાય ભારતની મજબૂત સંરક્ષણ દિવાલને કારણે જાપાન વતી વધુ એકેય ગોલ નહોતો થઈ શક્યો.
જ્યોતિ સિંહ ભારતની કૅપ્ટન છે.
આ પણ વાંચો : સચિન, ગાવસકર, રિચર્ડ્સ, અકરમ જેની સાથે સંકળાયેલા છે એ અમેરિકાની ક્રિકેટ લીગ પર મુકાયો પ્રતિબંધ!
ભારતીય ટીમે ફાઇનલમાં ચીન અથવા સાઉથ કોરિયા વચ્ચેની સેમિ ફાઇનલ જીતનાર ટીમ સામે ફાઇનલમાં રમવાનું આવશે એવું શનિવારે સાંજે નક્કી થયું હતું.