સ્પોર્ટસ

ભારતીય મહિલા ક્રિકેટરો વિક્રમજનક 304 રનના માર્જિનથી જીતી, આયરલૅન્ડનો 3-0 થી કર્યો વાઇટ-વૉશ…

રાજકોટઃ સ્મૃતિ મંધાના (135 રન, 80 બૉલ, સાત સિક્સર, બાર ફોર)ના સુકાનમાં ભારતીય ટીમે અહીં આયરલૅન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 304 રનથી વિજય મેળવ્યો હતો. વન-ડેમાં ભારતે અત્યાર સુધીમાં મેળવેલા તમામ વિજયમાં આ સૌથી મોટા માર્જિનવાળો વિજય છે. ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 435 રન બનાવ્યા હતા જેના જવાબમાં આયરલૅન્ડની ટીમ 436 રનના તોતિંગ લક્ષ્યાંક સામે 31.4 ઓવરમાં માત્ર 131 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.

આ પણ વાંચો : ખો-ખો વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડની ટીમમાં મૂળ ગુજરાતના બે ટીનેજ ખેલાડી

https://twitter.com/BCCIWomen/status/1879506171603914849

એ સાથે, ભારતે આ સિરીઝ 3-0થી જીતી લીધી હતી. સ્પિન-ઑલરાઉન્ડર દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર તનુજા કંવરે બે વિકેટ લીધી હતી. આયરલૅન્ડની એક પણ બૅટર હાફ સેન્ચુરી નહોતી ફટકારી શકી. ઓપનર સારા ફૉર્બ્સના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા.

પહેલાં ભારતે વન-ડેમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર (435/5) નોંધાવ્યો હતો જે મહિલાઓની વન-ડેમાં ચોથા નંબરનો શ્રેષ્ઠ સ્કોર છે. એ તો ઠીક, પણ પુરુષોની ક્રિકેટમાં ભારતીય ટીમે ક્યારેય એક દાવમાં આટલા રન નથી બનાવ્યા. મેન્સ વન-ડેમાં 418/5 ભારતનો સર્વોચ્ચ સ્કોર છે જે ભારતીય ટીમે 2011ની સાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બનાવ્યા હતા.

https://twitter.com/i/status/1879508991824597355

ત્યાર પછી ભારતે 304 રનના તફાવતથી જીત મેળવી જે સાતમા નંબરનો શ્રેષ્ઠ વિજયી-માર્જિન છે.
અગાઉ ભારતનો સૌથી મોટો વિજયી માર્જિન 249 રન હતો જે આયરલૅન્ડ સામે જ નોંધાયો હતો.

સ્મૃતિ મંધાનાએ 70 બૉલમાં સેન્ચુરી ફટકારી હતી જે ભારતીય મહિલા ક્રિકેટર્સમાં ફાસ્ટેસ્ટ છે. તેની આ 10મી સેન્ચુરી હતી. તેના 135 રન ઉપરાંત સાથી-ઓપનર પ્રતીકા રાવલે 154 રન બનાવ્યા હતા અને એ તેની કરીઅરની પહેલી જ સદી હતી.
સ્મૃતિ અને પ્રતીકા વચ્ચે 233 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

https://twitter.com/BCCIWomen/status/1879504850586870107

ઓપનર પ્રતીકા રાવલની આંતરરાષ્ટ્રીય કરીઅરને માંડ પચીસ દિવસ થયા છે. એમાં તે છ વન-ડે રમી છે અને આ સિરીઝને અંતે તેણે ત્રીજી મૅચનો તેમ જ સિરીઝનો સર્વશ્રેષ્ઠ પ્લેયરનો અવૉર્ડ જીતી લીધો હતો.

આ પણ વાંચો : મનુ ભાકર સહિત અનેક ઍથ્લીટોએ ફરિયાદ કરી કે `અમારા ઑલિમ્પિક મેડલ…’

પ્રતીકાએ આ છ વન-ડેમાં કુલ 444 રન બનાવ્યા છે જે કારકિર્દીની પહેલી છ વન-ડેમાં બનાવેલા રનની રેકૉર્ડ-બુકમાં વિશ્વવિક્રમ છે. તેના છ વન-ડેના સ્કોર આ મુજબ રહ્યાઃ 40, 76, 18, 89, 67 અને 154 રન.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button