સ્પોર્ટસ

તારિકની વિવાદિત એક્શનને ભારતીય અમ્પાયર આપ્યું આવું મંતવ્ય! ઉસ્માન ખ્વાજાએ પણ આપ્યું નિવેદન…

તાજેતર ઓસ્ટ્રેલિયા સામે ત્રણ T20I મેચની સિરીઝમાં પાકિસ્તાને 3-0થી જીત મળેવી, આ સિરીઝ દરમિયાન પાકિસ્તાનના સ્પિન બોલર ઉસ્માન તારિકની બોલિંગ એક્શન અંગે વિવાદ થયો. તારિકની બોલિંગ એક્શન અંગે ભૂતપૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ પોતાનું મંતવ્ય આપ્યું છે.

પાકિસ્તાનની ટીમ ઉસ્માન તારિકનો સંભાળીને ઉપયોગ કરી રહી છે, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની ફક્ત બીજી મેચમાં જ તેને ટીમમાં સામેલ કર્યો હતો. આ મેચમાં તેણે કેમેરોન ગ્રીને અગાઉ કર્યો હતો હતો, ગ્રીને તારીકની બોલિંગ એક્શન અંગે નારાજગી વ્યક્ત કરી હતી, તેને ‘ચકર્સ’ કહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબો સમય સુધી અમ્પાયર તરીકે સેવા આપનાર અનિલ ચૌધરીએ તારિકને ક્લીનચીટ આપી છે. તેમણે તારીકની બોલિંગ એક્શનને કાયદેસર જાહેર કરી છે.

અનિલ ચૌધરીએ આ કારણ આપ્યા:
અનિલ ચૌધરીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા એક વિડીયોમાં જણાવ્યું કે તારિક પાસે સાઈડ-ઓન એક્શન છે અને તે તેના બધા બોલ એક જ રીતે ફેંકે છે, તેથી તેની એક્શન સંપૂર્ણપણે કાયદેસર છે, તે ICCની નિર્ધારિત ગાઈડલાઈન્સને અનુરૂપ છે.

અનીલ ચૌધરીએ વીડિયોમાં કહ્યું,”મને ઉસ્માન તારિકની બોલિંગ એક્શન અંગેનો એક વીડિયો મળ્યો છે. તેની એક્શન થોડી સાઇડ-ઓન છે અને થોડી અલગ છે, અને તે થોડીવાર અટકીને બોલિંગ કરે છે. જોકે, તે તેના બધા બોલ એક જ રીતે ફેંકે છે, અને તેના હાથમાં કોઈ બેન્ડ કે સ્ટ્રેઈટનીંગ નથી, તેથી એક્શન એકદમ બરાબર છે.”

ઉસ્માન ખ્વાજાએ સમર્થન આપ્યું:
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટર ઉસ્માન ખ્વાજાને ટેકો આપ્યો છે. ખ્વાજાએ કહ્યું કે તારીકની બોલિંગ એક્શન પહેલાથી જ ઘણી વખત ક્લિયર થઈ ગઈ છે અને તે સારું પ્રદર્શન કરી રહ્યો છે.

ખ્વાજાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં લખ્યું, “ક્રિકેટમાં કોઈ ખેલાડીને ચકર્સ કહેવા કરતાં વધુ ખરાબ કંઈ નથી. તારીક માણસ ફક્ત પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે અને તેને બે વાર ક્લીનચીટ કરવામાં આવી છે. ચાલો થોડો દ્રષ્ટિકોણ બદલીએ અને સમજણ દાખવીએ. તુરંત નિષ્કર્ષ પર પહોંચવાનું બંધ કરીએ.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button