ભારતની ટેસ્ટ ટીમ આ `ભારતીય ટીમ’ સામે રમશે મૅચ, બન્નેનો કોચ ગૌતમ ગંભીર!

નવી દિલ્હીઃ ભારતીય ખેલાડીઓ હાલમાં તો આઇપીએલની 18મી સીઝન રમવામાં વ્યસ્ત છે, પરંતુ પચીસમી મેએ ફાઇનલ રમાઈ જશે ત્યાર પછી મોટા ભાગના ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા તૈયાર થઈ જશે અને ત્યારે ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ-સિરીઝ (Test series) શરૂ થાય એ પહેલાં ટેસ્ટ ટીમ ભારતની જ એક ટીમ સામે પ્રૅક્ટિસ મૅચ રમશે. નવાઈની વાત એ છે કે મોટા ભાગે આ બન્ને હરીફ ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર હશે.
સામાન્ય રીતે મહેમાન ટીમ જે દેશમાં રમવા ગઈ હોય ત્યાંની સ્થાનિક ટીમ સામે વૉર્મ અપ મૅચ રમાતી હોય છે, પરંતુ આ કિસ્સામાં ભારતની ટેસ્ટ ટીમ (Team India) કદાચ ઇન્ડિયા એ' ટીમ (India A team) સામે પ્રૅક્ટિસ મૅચ રમશે. ભારતની ટેસ્ટ ટીમનું સિલેક્શન મે મહિનામાં થશે.
આપણ વાંચો: ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું
આ ટીમ ઇંગ્લૅન્ડ (England tour)ના પ્રવાસે જાય એ પહેલાં ઇન્ડિયા
એ’ ટીમ ઇંગ્લૅન્ડ જશે અને ત્યાંની કેટલીક કાઉન્ટી ટીમ સામે મૅચો રમશે. કહેવાય છે કે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઇન્ડિયા એ' ટીમ સામે ઇંગ્લૅન્ડના પ્રવાસે જવા માગે છે. એ જોતાં તે ઇન્ડિયા
એ’ ટીમને પણ કોચિંગ આપશે અને ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લૅન્ડ પહોંચશે એટલે એને પણ કરાર મુજબ કોચિંગ આપશે.
એવું પણ મનાય છે કે ભારતના ઇંગ્લૅન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમનું સુકાન રોહિત શર્માને જ સોંપવામાં આવશે.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 136 ટેસ્ટ રમાઈ છે જેમાંની 35 ટેસ્ટ ભારતે અને 51 ટેસ્ટ ઇંગ્લૅન્ડે જીતી છે. 50 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે.
આપણ વાંચો: ન્યૂ ઝીલૅન્ડ પહેલી વાર સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝ જીત્યું, રૅન્કિંગમાં ભારતની મુશ્કેલી વધારી
ભારતની ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
(1) પ્રથમ ટેસ્ટઃ 20-24 જૂન, લીડ્સ
(2) બીજી ટેસ્ટઃ 2-6 જુલાઈ, એજબૅસ્ટન
(3) ત્રીજી ટેસ્ટઃ 10-14 જુલાઈ, લૉર્ડ્સ
(4) ચોથી ટેસ્ટઃ 23-27 જુલાઈ, મૅન્ચેસ્ટર
(5) પાંચમી ટેસ્ટઃ 31 જુલાઈ-4 ઑગસ્ટ, ઓવલ