આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ આ દિગ્ગજ ભારતીય સ્પિનરે IPLમાંથી નિવૃત્તિ જાહેર કરી

મુંબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ ચુકેલા ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર બોલર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી નિવૃત્તિની જાહેરાત (R Ashwin retired from IPL) કરી છે. અશ્વિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેણે કહ્યું કે તે હવે વિશ્વભરની લીગમાં રમવા માટેની શક્યતાની તપાસ કરશે.

ગત ડીસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના સમાપ્ત થાય એ પહેલા જ આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે, હવે IPLમાંથી અચાનક નિવૃત્તિ જાહેર તેણે ફરી ક્રિકેટ ચાહકોને ચોંકાવ્યા છે.
…નવી શરૂઆત:
X પર પોસ્ટ કરીને આર અશ્વિને લખ્યું, “ખાસ દિવસ અને તેથી એક ખાસ શરૂઆત. જેમ કહેવામાં આવે છે તેમ દરેક અંતની એક નવી શરૂઆત હોય છે. IPL ક્રિકેટર તરીકેનો મારો સમય આજે પૂરો થાય છે, પરંતુ વિવિધ લીગમાં રમવા તક માટે મારો સમય આજથી શરૂ થાય છે. હું અદ્ભુત યાદો અને સંબંધો માટે તમામ ફ્રેન્ચાઇઝીઓનો આભાર માનું છું અને સૌથી અગત્યનું IPL અને BCCI એ અત્યાર સુધી મને જે આપ્યું છે તેના માટે આભાર. મારી આગળની સફરનો આનંદ માણવા અને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આતુર છું.”

IPLમાં અશ્વિનની શાનદાર કારકિર્દી:
IPLમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે અશ્વિન ચોથા ક્રમે છે, તેણે 221 IPL મેચમાં 187 વિકેટ લીધી છે. હાલ ચર્ચા હતી કે (CSK) તરફથી રમતા અશ્વિને IPL 2026 માટેની હરાજી પહેલા તેને રાજસ્થાન રોયલ્સ(RR) સામેલ કરવામાં આવે. હવે તેણે નિવૃત્તિ જાહેર કરતા તમામ અટકળોનો અંત આવ્યો છે.
14 વર્ષ લાંબી IPL કારકિર્દી આર અશ્વિન ચેન્નાઈ સુપર કિંગ્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ રહી ચુક્યો છે. છેલ્લી સીઝન તે CSK વતી રમ્યો હતો.
નોંધનીય છે કે બે અઠવાડિયા પહેલા જ અશ્વિને CSK ને જણાવ્યું હતું કે તે ફ્રેન્ચાઇઝી છોડવા ઈચ્છે છે. અશ્વિને ફ્રેન્ચાઇઝીને કહ્યું કે જો મેનેજમેન્ટ તેને આગામી સીઝન માટે ટીમમાં રમવા યોગ્ય ન માનતી હોય, તો ફ્રેન્ચાઇઝીને છોડી દેવી યોગ્ય રહેશે.
છેલ્લે 2025ની T20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વતી રમનાર અશ્વિને ડિસેમ્બર 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, તેણે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના સમાપન પહેલા પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. IPL છોડવાનો અશ્વિનનો નિર્ણય આઘાતજનક છે, કારણ કે
આપણ વાંચો: એશિયા કપમાં ગિલ વિરુદ્ધ આફ્રિદી અને બુમરાહ વિરુદ્ધ અયુબ