સ્પોર્ટસ
જમશેદપુરમાં શરૂ થઈ કિન્નરોની ફૂટબૉલ લીગ!

જમશેદપુરઃ ભારતીય ફૂટબૉલમાં નવું પ્રકરણ શરૂ થયું છે જેમાં કિન્નરો (ટ્રાન્સજેન્ડર્સ)ની સાત ટીમ વચ્ચે જમશેદપુર સુપર લીગ (જેએસએલ)ના બૅનર હેઠળ ઇવેન્ટ શરૂ થઈ છે. આ ટૂર્નામેન્ટને ધ ટ્રાન્સજેન્ડર્સ લીગ નામ આપવામાં આવ્યું છે.
રવિવારે શરૂ થયેલી આ ઇવેન્ટની સાત ટીમમાં જમશેદપુર (Jamshedpur) એફટી, ચૈબાસા એફસી, ચક્રધારપુર એફસી, જમશેદપુર ઇન્દ્રનગર એફસી, નાઓમન્ડી એફસી, સારાઇકેલા એફસી અને કૉલ્હાન ટાઇગર એફસીનો સમાવેશ છે.
આ ટૂર્નામેન્ટમાં શરૂઆતમાં ચાર જ ટીમ રમવાની હતી, પણ પછીથી એમાં બીજી ત્રણ ટીમ જોડાઈ હતી. ભારતમાં કિન્નરો માટેની આ પહેલી જ પ્રોફેશનલ ટૂર્નામેન્ટ છે.
રવિવારની પ્રારંભિક મૅચમાં જમશેદપુર એફટી ટીમે ચૈબાસા એફસીની ટીમને 7-0થી પરાજિત કરી હતી જેમાં જમશેદપુર ટીમના કિન્નર પૂજા સૉયે (Puja Soy) ચાર ગોલ કર્યા હતા.



