ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી છે ભગવાન શિવનો પરમ ભક્ત, શરીર પર બનાવ્યા છે મહાદેવના ટેટૂ
સમગ્ર ભારતમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. ભક્તોએ દિવસભર ઉપવાસ કરીને અને ભગવાન શિવનો જલાભિષેક કરીને ઉત્સાહપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી
ભારતીય ટીમનો એવો જ એક ખેલાડી છે, જેને ભગવાન શિવનો પરમ ભક્ત માનવામાં આવે છે. આ ભારતીય ખેલાડીએ તેના શરીર પર ભગવાન શિવના ટેટૂ પણ બનાવ્યા છે. ગઇ કાલે મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીની ખૂબ ચર્ચા થઈ હતી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી શિવભક્તોમાં થાય છે. તે ઘણી વખત પત્ની અનુષ્કા શર્મા સાથે મંદિરોમાં જતા જોવા મળ્યો છે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીએ પોતાના શરીર પર ભગવાન શિવને લગતા ઘણા ટેટૂ બનાવડાવ્યા છે, તેણે પોતાના ખભા પાસે ભગવાનની આંખનું ટેટૂ બનાવ્યું છે, જેને લોકો ભગવાન શિવની ત્રીજી આંખનું પ્રતીક માને છે. તેણે ત્રિશૂળ અને કૈલાશ પર્વત પર બેઠેલા ભગવાને શિવના ટેટૂ કરાવ્યા છે.
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી ગયા મહિને એક પુત્ર પિતા બન્યો છે. તેની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ અકાય રાખવામાં આવ્યું છે. કોહલી આ દિવસોમાં ટીમ ઈન્ડિયામાંથી બ્રેક પર છે. અંગત કારણોસર, તેણે હાલમાં રમાઇ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાંથી બ્રેક લીધો છે અને તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 22 માર્ચથી શરૂ થનારી IPL 2024માં ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે