એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા X પર ટ્રોલ થઈ; રોહિત-કોહલી મીમર્સના ટાર્ગેટ પર, જુઓ મજેદાર મીમ્સ

મુંબઈ: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં 295 રનથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને એડિલેડમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સામે 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં પિંક બોલ ટેસ્ટમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખ્યો છે. બીજી તરફ ભારતના ચાહકો નિરાશા છે, અને ટીમના ખરાબ પ્રદર્શનને વખોડી રહ્યા છે.
ભારતીય ટીમનું પ્રદર્શન:
આ મેચમાં ટીમ ઈન્ડિયા શરૂઆતથી જ પ્રેસરમાં જોવા મળી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું,આ નિર્ણય સંપૂર્ણપણે ખોટો સાબિત થયો. ભારતીય ટીમ 180 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરીને 337 રન બનાવ્યા હતા અને 157 રનની લીડ મેળવી હતી.
Also read: IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં હાર છતાં ભારત WTC ફાઇનલમાં પહોંચી શકે? આ છે સમીકરણ…
આ પછી, બીજી ઇનિંગમાં ભારતીય ટીમ 175 રનમાં ઓલ આઉટ થઇ ગઈ અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 19 રનનો લક્ષ્ય મળ્યો હતો, જે ઓસ્ટ્રેલિયન ટીમે કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. ભારતીય ખેલાડીઓના શરમજનક પ્રદર્શનથી ચાહકો ખૂબ જ નારાજ છે.
એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ભારતીય ખેલાડીઓ પર બનેલા ફની મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. ખાસ કરીને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી મીમર્સના નિશાના પર છે.
જૂઓ કેટલાક મજેદાર મીમ્સ: