T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! સ્ટાર બેટર હોસ્પિટલમાં દાખલ

રાજકોટ: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત થવાને એક મહિના જેટલો સમાય બાકી છે, એ પહેલા ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 21 જાન્યુઆરીથી પાંચ T20I મેચની સિરીઝ રમશે. એવામાં એહેવાલ છે કે ભારતીય ટીમના સ્ટાર યુવા બેટર તિલક વર્માને પેટમાં ગંભીર સમસ્યા થઇ છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેને કારણે BCCI અને ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી છે.
નાસ્તો કાર્ય બાદ પેટમાં દુઃખાવો:
વિજય હજારે ટ્રોફીમાં તિલક હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે, હૈદરાબાદની ટીમ આ ટુર્નામેન્ટના લીગ સ્ટેજની છેલ્લી મેચ આજે રાજકોટમાં રમી રહી છે. ગઈ કાલે 7 જાન્યુઆરીએ સવારે નાસ્તો કર્યા પછી તિલકને વર્માને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ડોક્ટરોએ તેને સર્જરીની સલાહ આપી છે.
ભારતીય ટીમ માટે મોટો ઝટકો:
નોંધનીય છે કે T20 એશિયા કપ 2025 ના ફાઇનલ મેચમાં તિલક મેચ વિનર રહ્યો હતો, જો તિલકની સમસ્યા ગંભીર હશે, તો તેને T20 વર્લ્ડ કપ અને ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝમાંથી બહાર કરવામાં આવી શકે છે, જે ભારતીય ટીમ માટે મોટો ઝટકો હશે.
તિલકને બદલે કોને મળી શકે છે સ્થાન?
જો, તિલક ટીમમાંથી ભાર થશે તો શુભમન ગિલની ટીમાં વાપસી થઇ શકે છે. નોંધનીય છે કે ગિલને T20 એશિયા કપ 2025 માટેની ટીમમાં સ્થાન આપવા આવ્યું હતું અને ટીમના વાઈસ કેપ્ટનની જવાબદરી સોંપવામાં આવી હતી. પરંતુ નબળા પ્રદર્શનને કારણે તને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
જો કે BCCI એ 21 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી પાંચ મેચની T20I શ્રેણી માટે તિલકના સ્થાને અન્ય ખેલાડીનું નામ હજુ સુધી જાહેર કર્યું નથી.
T20Iમાં તિલકનો શાનદાર રેકોર્ડ:
T20Iમાં 23 વર્ષીય તિલક વર્માનો રેકોર્ડ શાનદાર છે, તેણે 37 ઇનિંગ્સમાં, તેણે 49.29 ની એવરેજ અને 144.09ની સ્ટ્રાઇક રેટથી 1,183 રન બનાવ્યા છે, તેણે બે સદી અને છ અડધી સદી ફટકારી છે. તેણે તમામ અડધી સદી રન ચેઝ દરમિયાન નોંધાવી છે. આમ ટીમ ઇન્ડિયાને T20 વર્લ્ડ કપ દરમિયાન તિલકની કમી વર્તાઈ શકે છે.



