વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ બાદ ટીમ ઈન્ડિયા સતત ક્રિકેટ રમશે! જુઓ શેડ્યૂલ

મુંબઈ: એશિયા કપની ફાઈનલ મેચના તુરંત બાદ ભારતીય ટીમની વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝ શરુ થઇ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ સમાપ્ત થઈ ગઈ છે, ભારતે બંને મેચ જીતી લીધી છે. હવે ભારતીય ટીમની શેડ્યુલ સતત વ્યસ્ત રહેવાનું છે, ટીમને ટેસ્ટ, ODI અને T20I ત્રણેય ફોર્મેટમાં એક પછી એક સિરીઝ રમવાની છે.
ઓસ્ટ્રેલીયા પ્રવાસ:
આજે 14મી ઓકટોબરે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ સમાપ્ત થઇ અને આવતી કાલે 15 ઓક્ટોબરે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને પાંચ T20I મેચની સિરીઝ રમશે. વનડે સિરીઝની પહેલી મેચ 18 ઓક્ટોબર, બીજી મેચ 23 ઓકટોબર અને ત્રીજી મેચ 25 ઓક્ટોબરના રોજ રમાશે. ત્યારબાદ પાંચ T20I મેચની સિરીઝ રમાશે.
ઘર આંગણે દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ:
ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાથી ભારત પરત ફર્યા બાદ, નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના લાંબા પ્રવાસ પર આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ, ત્રણ ODI અને પાંચ T20 I મેચ રમાશે. ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. જ્યારે બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે. ODI સિરીઝની પહેલી મેચ 30 નવેમ્બર, બીજી મેચ 3 ડિસેમ્બર અને ત્રીજી મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે. 9 ડિસેમ્બરથી T20I સિરીઝ શરુ થશે, જે 19 ડિસેમ્બર સુધી ચાલશે.
ત્યાર બાદ જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડની ટીમ ભારતના પપ્રવાસે આવશે, બંને ટીમો વચ્ચે ત્રણ ODI અને પાંચ T20I મેચ રમાશે.
ટીમનું શેડ્યુલ સતત વ્યસ્ત:
ભારતીય ટીમનું શેડ્યુલ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ટીમ સતત ટેસ્ટ, વનડે અને ટી20 મેચો રમતી રહેશે. ત્રણેય ફોર્મેટમાં રમતા ખેલાડીઓને આરામ મળવાની શક્યતા ઓછી છે. ત્યારે BCCIને ખેલાડીઓનું વોર્ક લોડ મેનેજમેન્ટ કરવું જરૂરી બની જશે.
આગમી ODI મેચોમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની બેટિંગ અને ફિટનેસ પર નજર રહેશે.
આપણ વાંચો: ભારતે વર્લ્ડ રેકૉર્ડની બરાબરી સાથે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી વાઈટવૉશ કર્યો