ફિટ હૈ તો હિટ હૈ…ભારતીયોની અગાઉની અને અત્યારની ફિટનેસ-ફીલ્ડિંગ વિશે ચર્ચા

ભારતીય ક્રિકેટમાં (ખાસ કરીને 2008માં આઇપીએલ અસ્તિત્વમાં આવી છે ત્યારથી) ખેલાડીઓની ફિટનેસ (fitness)નો મુદ્દો સતત ચર્ચામાં રહે છે. કેટલાક ક્રિકેટપ્રેમીઓ કહેતા હોય છે કે ફિટનેસ, ફીલ્ડિંગ (fielding) અને બોલિંગની એકંદર કાબેલિયતની બાબતમાં 2000ના દાયકાની ભારતીય ટીમ કરતાં હાલની યંગ ટીમ ચડિયાતી છે.
તમે આ વાત સાથે કદાચ સહમત હશો અને બની શકે કે આ વાત તમારા માનવામાં ન પણ આવતી હોય. વાત એવી છે કે આઇપીએલ એટલી બધી ઉપયોગી બની છે કે ભારત પાસે અત્યારે પેસ ઍટેક 2000ના દશકા કરતાં વધુ મજબૂત છે અને ભારતની બેન્ચ-સ્ટ્રેન્થ પણ સારી છે. બીજી રીતે કહીએ તો પ્લેઇંગ-ઇલેવન માટે ભારત પાસે હવે ઘણા વિકલ્પો રહેતા હોય છે. 2000ના દાયકામાં સૌરવ ગાંગુલીના સુકાનવાળી ટીમમાં ફાઇટિંગ સ્પિરિટ જબરદસ્ત હતો, પણ ત્યારની ટીમ મોટા ભાગે સચિન, દ્રવિડ, લક્ષ્મણ પર અને પાર્ટ-ટાઇમ સ્પિનર્સ પર આધાર રાખતી હતી, પરંતુ ફીલ્ડિંગમાં કે રન દોડવામાં અત્યારના ખેલાડીઓ જેવી ચપળતા ત્યારની ટીમમાં નહોતી. તમારું શું માનવું છે?
આ પણ વાંચો : કોહલી પોતાની બ્રેન્ડ વેચી રહ્યો છે અને ખરીદનારની જ કંપનીમાં કરશે રોકાણ!
વિરાટ કોહલી નિવૃત્તિની સંધ્યાકાળે હોવા છતાં વિશ્વભરના તમામ ક્રિકેટરોમાં સૌથી ફિટ છે. રવીન્દ્ર જાડેજાની ફીલ્ડિંગ પણ કાબિલેદાદ છે. આઇપીએલને કારણે ખેલાડીઓની ફીલ્ડિંગમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. 2000થી 2010 સુધીના સમયગાળાની તુલનામાં વર્તમાન ફીલ્ડિંગ બાબતમાં તમારું શું કહેવું છે?



