Thailand Open: ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન હારતા, ભારતીય પડકારનો અંત આવ્યો,
જાકાર્તા: ભારતીય બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન (Indian Badminton star Lakhsya Sen) મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હારતા ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000 ટૂર્નામેન્ટમાં ભારતના પડકારનો અંત આવ્યો હતો. વિશ્વના 14મા નંબરના ખેલાડી લક્ષ્ય સેન વિશ્વના પાંચમા નંબરના ડેન્માર્કના એન્ડર્સ એન્ટોનસેન સામે એક કલાક અને એક મિનિટ સુધી ચાલેલી મેચમાં 22-24, 18-21થી હારી ગયો હતો. બંને ખેલાડીઓ વચ્ચે પાંચ મેચમાં એન્ટોનસેનની આ ત્રીજી જીત છે.
પ્રથમ ગેમમાં સેન અને એન્ટોનસેન વચ્ચે ખૂબ જ જોરદાર ફાઇટ જોવા મળી હતી. ડેનિશ ખેલાડીએ 4-0ની લીડ સાથે શરૂઆત કરી હતી પરંતુ સેને વાપસી કરી સ્કોર 5-5ની બરાબરી કરી હતી અને પછી 15-11ની લીડ મેળવી હતી.
હવે એન્ટોનસેને વાપસી કરતા સળંગ પોઈન્ટ જીતીને સ્કોર 16-16થી બરાબરી કરી હતી.
આ પણ વાંચો: મલેશિયા બેડમિન્ટન માસ્ટર્સની આવતીકાલથી શરૂઆત
બંને ખેલાડીઓ લગભગ 22-22 પોઈન્ટ પર બરાબર હતા પરંતુ એન્ટોનસેને 32 મિનિટમાં પ્રથમ ગેમ જીતવા માટે સતત બે પોઈન્ટ મેળવ્યા હતા.
બીજી ગેમમાં પણ લડાઈ ચાલુ રહી અને બંને ખેલાડીઓ એક સમયે 18-18થી બરાબરી પર હતા. સેનની ભૂલોનો ફાયદો ઉઠાવીને ડેનિશ ખેલાડીએ સતત ત્રણ પોઈન્ટ મેળવ્યા અને મેચ જીતી લીધી. સેમિફાઇનલમાં એન્ટોનસેનનો મુકાબલો આઠમા નંબરના ખેલાડી થાઇલેન્ડના કુનલાવત વિટિડસાર્ન સામે થશે.