સ્પોર્ટસ

સાઉથ આફ્રિકામાં પાંચ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીત્યું ભારત, અર્શદીપની ચાર વિકેટ

પાર્લ: ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. ભારતે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકા ટીમને ૭૮ રનથી હરાવ્યું હતું. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ૨૦૨૨માં હારી ગઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ત્રણેય મેચ જીતી હતી. રાહુલ જ્યારે કેપ્ટન હતો ત્યારે ભારત એક ટેસ્ટ મેચ પણ હારી ગયું હતું. ટીમ ઈન્ડિયા એ પ્રવાસમાં તેમના નેતૃત્વમાં ચાર મેચ હારી હતી.

આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૯૬ રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા ૪૫.૫ ઓવરમાં ૨૧૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ભારતે પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતી છે. ૨૦૧૮માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા છ મેચની શ્રેણી ૫-૧થી જીતવામાં સફળ રહી હતી. દક્ષિણ આફ્રિકામાં વન-ડે શ્રેણી જીતનાર રાહુલ ભારતનો બીજો કેપ્ટન બન્યો હતો. ટીમ ઈન્ડિયા ત્યાં ૧૯૯૨, ૨૦૦૬, ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૨૨માં શ્રેણી હારી ચૂકી છે. ભારતે પાર્લના બોલેન્ડ પાર્કમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ જીતી છે. આ પહેલા ૨૦૨૨માં તેને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ટોની ડી જ્યોર્જીએ સૌથી વધુ ૮૧ રન કર્યા હતા. કેપ્ટન એડન માર્કરામે ૩૬ રન કર્યા હતા. હેનરિક ક્લાસને ૨૧, રીઝા હેન્ડ્રીક્સે ૧૯, બ્યુરેન હેન્ડ્રીક્સે ૧૮ અને કેશવ મહારાજે ૧૦ રન કર્યા હતા. રાસી વાન ડેર ડુસેન અને લિઝાદ વિલિયમસન માત્ર બે જ રન કરી શક્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે ચાર વિકેટ ઝડપી હતી. અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરને બે-બે સફળતા મળી. મુકેશ કુમાર અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.

ભારતના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત સદી ફટકારી હતી. સંજુએ ૧૦૮ રનની ઈનિંગમાં ૧૧૪ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તિલકે તેની વન-ડે કારકિર્દીમાં પ્રથમ વખત અડધી સદી પણ ફટકારી હતી. તેણે ૭૭ બોલની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૫૨ રન કર્યા હતા. મધ્ય પ્રદેશના બેટ્સમેન રજત પાટીદારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ
કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button