પાકિસ્તાનની ઓપનર વિચિત્ર સંજોગોમાં થઈ રનઆઉટ…

કોલંબોઃ રવિવારે અહીં ભારતે 248 રનનો લક્ષ્યાંક આપ્યા પછી પાકિસ્તાનની ઇનિંગ્સ હજી તો માંડ શરૂ થઈ હતી અને 3.5 ઓવરમાં ફક્ત છ રન બન્યા હતા ત્યાં પેસ બોલર ક્રાંતિ ગૌડના એક બૉલમાં ઓપનર મુનીબા અલી (muneeba ali) વિરુદ્ધ એલબીડબ્લ્યૂની અપીલ થઈ હતી જેમાં અમ્પાયરે તેને નૉટઆઉટ જાહેર કરી હતી.
પરંતુ થોડી જ પળમાં મુનીબા ક્રીઝની જરાક બહાર આવી કે દીપ્તિ શર્માએ સીધા થ્રોમાં તેને રનઆઉટ કરી દેતાં મોટો વિવાદ થયો હતો જેમાં છેવટે મુનીબાને રનઆઉટ જાહેર કરવામાં આવી હતી. મુનીબાએ પહેલાં બૅટ ક્રીઝમાં રાખી દીધું હતું એટલે થર્ડ અમ્પાયરે (third umpire)એ ક્ષણનું પ્રાથમિક ફૂટેજ જોઈને તેને નૉટઆઉટ જાહેર કરી હતી.
ભારતીય ખેલાડીઓ પોતાની જગ્યા પર આવવા લાગી હતી. જોકે પછીથી મુનીબાએ બૅટ ઉપાડી લીધું હતું ત્યારે દીપ્તિએ સ્ટમ્પ્સ પર બૉલ ફેંક્યો એ ક્ષણનું ફૂટેજ જોઈને થર્ડ અમ્પાયરે મુનીબાને આઉટ જાહેર કરતાં જ ભારતીય ખેલાડીઓનું સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું.
ભારતે એલબીડબ્લ્યૂના અમ્પાયરના નિર્ણય સામે ડીઆરએસની મદદ લીધી હોત તો એમાં ભારતને જ સફળતા મળી હોત, પરંતુ બન્યું એવું કે મુનીબા વિરુદ્ધ એલબીડબ્લ્યૂની અપીલ થઈ ત્યારે તો તેણે ક્રીઝની બહાર ઊભા રહીને પણ બૅટ ક્રીઝમાં જ રાખ્યું હતું. જોકે તેણે ક્રીઝની બહાર ઊભા રહીને લાપરવાહીથી બૅટ જરાક ઊંચું કર્યું કે તકનો લાભ લઈને દીપ્તેિએ દૂરથી બૉલ ફેંકીને તેને રનઆઉટ કરી દીધી હતી.
પાકિસ્તાની કૅપ્ટન ફાતિમા સનાએ અમ્પાયર સાથે ઘણી દલીલ કરી હતી. જોકે કાયદા મુજબ જો કોઈ બૅટર ક્રીઝ તરફના રનિંગ બાદ કે ક્રીઝ તરફ ડાઇવ માર્યા બાદ જરાક માટે ક્રીઝની બહાર હોય તો એવા કિસ્સામાં ફીલ્ડર સ્ટમ્પ્સ પર બૉલ ફેંકે તો તે રનઆઉટ ન કહેવાય, પરંતુ કોલંબોની મૅચમાં મુનીબા રનિંગ કે ડાઇવિંગની ઍક્શનમાં નહોતી અને માત્ર અપીલ બાદ જરાક માટે બેદરકારીથી ક્રીઝની બહાર હતી એટલે રનઆઉટની અપીલમાં તે આઉટ ગણાય. ખુદ મુનીબા મૂંઝાઈ ગઈ હતી અને તેણે પાછા જવું પડ્યું હતું.
આ પણ વાંચો…પાકિસ્તાનની બૅટરે બૅટ પછાડ્યું એટલે મૅચ રેફરીએ લીધા આ પગલાં…