પાકિસ્તાનનું ફરી નાક કપાયું: પુરુષોની જેમ મહિલાઓની મૅચમાં પણ ભારતીય ટીમે… | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાનનું ફરી નાક કપાયું: પુરુષોની જેમ મહિલાઓની મૅચમાં પણ ભારતીય ટીમે…

કોલંબોઃ રવિવારે અહીં મહિલા વર્લ્ડ કપમાં ભારતે (India) પાકિસ્તાનને 88 રનથી પરાસ્ત કર્યું ત્યાર બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ નહોતા મિલાવ્યા અને સીધી પોતાના ડ્રેસિંગ-રૂમ તરફ ચાલવા લાગી હતી.

એ પહેલાં, ટૉસ વખતે કૅપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન (Pakistan)ની સુકાની ફાતિમા સના સાથે હૅન્ડશેક કરવાનું ટાળ્યું હતું. પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો પછી મહિલા ક્રિકેટરોએ પણ પોતાની સરકાર અને લશ્કરી તંત્રના ભારત પ્રત્યેના આતંકવાદી-પ્રેરિત તથા દાયકાઓના દુશ્મનાવટભર્યા વ્યવહારને કારણે આ રીતે નાલેશી જોવી પડી છે.

આપણ વાંચો: મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાની ટીમને 88 રનથી કચડી નાખી…

https://twitter.com/Rishi_destroyer/status/1974888065140432983

તાજેતરમાં એશિયા કપમાં સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ત્રણ મૅચ રમી હતી અને એમાં પણ ભારતીય ખેલાડીઓએ સલમાન આગા ઍન્ડ કંપનીના પ્લેયર્સ સાથે હાથ નહોતા મિલાવ્યા અને હૅન્ડશેકનો વિવાદ સમગ્ર જગતમાં વાઇરલ થયો હતો.

આપણ વાંચો: રવિવારે મહિલા વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન વચ્ચે જંગ…

સામાન્ય રીતે કોઈ પણ ક્રિકેટ મૅચમાં ટૉસ વખતે બન્ને હરીફ ટીમના કૅપ્ટન એકબીજા સાથે હાથ મિલાવે છે અને ટૉસને લગતી પ્રક્રિયા શાંતિથી પાર પડતી હોય છે. મૅચ પછી પણ બન્ને ટીમના ખેલાડીઓ એકમેક સાથે હાથ મિલાવ્યા પછી જ ડ્રેસિંગ-રૂમમાં પાછા જતા હોય છે.

જોકે એશિયા કપમાં 14મી સપ્ટેમ્બરે સૂર્યકુમાર યાદવે સલમાન આગા સાથે ટૉસ વખતે હાથ ન મિલાવ્યા ત્યારથી હૅન્ડશેક વિવાદ શરૂ થયો હતો અને પછી ફાઇનલને અંતે પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.

એ નિર્ણાયક મૅચમાં ભારતના હાથે પછડાટ ખાધા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ નાટક શરૂ કર્યું હતું અને ચૅમ્પિયન ભારતીય ટીમ માટેની ટ્રોફી ભારતીય ટીમને અપાવવાને બદલે ટ્રોફી ગાયબ કરીને આખી દુનિયામાં પાકિસ્તાનનું નામ બદનામ કર્યું હતું.

રવિવારે ભારતે 247 રન કર્યા હતા જેમાં હર્લીન દેઓલના 46 રન હાઇએસ્ટ હતા. પાકિસ્તાને સિડ્રા અમીનના લડાયક 81 રન છતાં માત્ર 159 રનમાં આખી ટીમ ઑલઆઉટ થઈ જતાં ભારત સામે 88 રનથી પરાજય જોવો પડ્યો હતો.

https://twitter.com/ICCAsiaCricket/status/1974877216967373292

પાકિસ્તાનની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને એને 248 રનના તોતિંગ લક્ષ્યાંકથી વંચિત રખાવવામાં સૌથી મોટું યોગદાન આપનાર પેસ બોલર ક્રાંતિ ગૌડને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button