સ્પોર્ટસ

કૅચિઝ વિન મૅચિઝ: સૂર્યાના વર્લ્ડ કપના કૅચ પછી હવે અક્ષરનો મૅચ-વિનિંગ કૅચ

ભારત હવે સિરીઝ હારશે નહીં: તિલક બન્યો બીજો સૌથી યુવાન સેન્ચુરિયન

સેન્ચુરિયન: ભારતે (20 ઓવરમાં 219/6) બુધવારે રાત્રે અહીં સાઉથ આફ્રિકા (20 ઓવરમાં 208/7)ને અત્યંત રોમાંચક બનેલી સિરીઝની ત્રીજી મૅચમાં 11 રનથી હરાવીને 2-1થી સરસાઈ મેળવી હતી. ભારતનો બીજો સૌથી યુવાન સદીકર્તા તિલક વર્મા (107 અણનમ, 56 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, પરંતુ અક્ષર પટેલે ઝીલેલો કૅચ આ મૅચનો એક ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો.

સાઉથ આફ્રિકાના સાતમાંથી ત્રણ બૅટર કૅચ આપી દેવાને લીધે આઉટ થયા હતા, પણ અક્ષર પટેલે મોસ્ટ ડેન્જરસ બૅટર ડેવિડ મિલરનો જે કૅચ પકડ્યો એ સમયસરનો અને કાબિલેદાદ હતો.

220 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહેલા સાઉથ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટે 142 રન હતો અને ત્યારે જીતવા 26 બૉલમાં 78 રન બનાવવાના બાકી હતા તથા છ વિકેટ પડવાની બાકી હતી. વિકેટકીપર હિનરિચ ક્લાસેન (41 રન, 22 બૉલ, ચાર સિક્સર, એક ફોર) તથા ડેવિડ મિલર (18 રન, 18 બૉલ, એક સિક્સર, એક સિક્સર)ની સૌથી ખતરારૂપ જોડી પિચ પર હતી. જોકે હાર્દિક પંડયાની ઓવરના પાંચમા બૉલમાં બાઉન્ડરી લાઈન પર અક્ષર પટેલે મિલરનો અદભૂત કૅચ પકડ્યો હતો. એ કૅચ સાથે મિલરની ક્લાસેન સાથેની પાંચમી વિકેટ માટેની 58 રનની ભાગીદારી તૂટી હતી અને વિજય ભારતની તરફેણમાં આવવા લાગ્યો હતો.

આ વર્ષના જૂનમાં બ્રિજટાઉનમાં ટી-20 વર્લ્ડ કપની ફાઈનલની અંતિમ પળોમાં હાર્દિકના બૉલમાં સૂર્યકુમારે મિલરનો કૅચ પકડીને ભારતને ટ્રોફી અપાવી હતી અને હવે અક્ષરે હાર્દિકના જ બૉલમાં મિલરનો જ કૅચ ઝીલીને ભારતને જીત અપાવી. એ પહેલાં, અક્ષર પાછલી મૅચના વિજેતા ટ્રિસ્ટેન સ્ટબ્સ (12 રન)ની વિકેટ લઈ ચૂક્યો હતો.

અક્ષરના મિલરવાળા કૅચ બાદ ક્લાસેન અને બીજા ડેન્જરસ બૅટર તથા ટીમના હાઈએસ્ટ રનકર્તા માર્કો યેનસેન (54 રન, 17 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) વચ્ચેની પચીસ રનની ભાગીદારી અર્શદીપ સિંહે (4-0-37-3) તોડી હતી. તેના બૉલમાં તિલક વર્માએ ડીપ કવર પોઇન્ટ પર ક્લાસેનનો કૅચ પકડ્યો હતો.

યેનસેન અને કોએટઝી (બે રન અણનમ)ની 35 રનની પાર્ટનરશિપ અર્શદીપે 20મી ઓવરના ત્રીજા બૉલમાં યેનસેનને એલબીડબલ્યૂમાં આઉટ કરીને તોડી હતી અને ટીમ ઇન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અર્શદીપની 20મી ઓવરમાં યજમાન ટીમે જીતવા પચીસ રન બનાવવાના હતા, પણ યેનસેનની વિકેટને લીધે માત્ર 13 રન બની શક્યા હતા અને સિમલેનની ફોર પછી પણ છેવટે ભારતનો 11 રનથી વિજય થયો હતો.
અર્શદીપે ત્રણ, વરુણ ચક્રવર્તીએ બે તેમ જ હાર્દિક, અક્ષરે એક-એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતે ફરી બૅટિંગ મળ્યા બાદ યજમાન ટીમને 220 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્મા (50 રન, પચીસ બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર) અને તિલક વર્મા (107 અણનમ, 56 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) વચ્ચે 107 રનની બીજી વિકેટ માટેની ભાગીદારીએ ટીમ ઇન્ડિયાના તોતિંગ ટોટલનો પાયો નાખ્યો હતો. બાવીસમી આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર તિલક વર્મા 51 બૉલમાં પ્રથમ સદી ફટકારવામાં સફળ થયો હતો. તે બાવીસ વર્ષનો છે અને ટી-20માં સદી ફટકારનાર ભારતનો બીજા નંબરનો સૌથી યુવાન સેન્ચુરિયન બન્યો છે. યશસ્વી જયસ્વાલે ગયા વર્ષે 21 વર્ષની સૌથી યુવા વયે સેન્ચુરી ફટકારી હતી.

Also Read – મોહમ્મદ શમીને વિકેટ ન મળી, પણ નાનો ભાઈ એક વિકેટ લેવામાં સફળ…

પ્રથમ મૅચનો સેન્ચુરિયન સંજુ સૅમસન બીજી મૅચ પછી હવે ત્રીજી મૅચમાં પણ ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
કૅપ્ટન સૂર્યકુમાર (એક રન), હાર્દિક (18 રન) અને રિન્કુ (આઠ રન) સસ્તામાં વિકેટ ગુમાવી બેઠા હતા.
સાઉથ આફ્રિકાના સિમલેન અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. પેસ બોલર આવેશ ખાનના સ્થાને પેસ બોલિંગ ઑલરાઉન્ડર રમણદીપ સિંહને ટીમમાં સમાવવામાં આવ્યો હતો. રમણદીપ 27 વર્ષનો છે અને ફક્ત ચાર ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યો છે. તેણે બુધવારે છ બૉલમાં 15 રન બનાવ્યા હતા અને રનઆઉટ થયો હતો.

બન્ને ટીમ ત્રીજી મૅચ જીતવાના આશય સાથે મેદાન પર ઊતરી હતી અને એમાં ટીમ ઇન્ડિયા મેદાન મારી ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker