સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતની મહિલાઓ પછી પુરુષો પણ ચૅમ્પિયન બન્યા
પીએમ મોદી અને ખેલકૂદ મંત્રાલયના અભિનંદન
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં ભારતની મહિલા ટીમ રવિવારે સૌથી પહેલા ખો-ખો વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની ત્યાર બાદ ભારતીય પુરુષોની ટીમે પણ ફાઇનલમાં નેપાળને હરાવીને ઐતિહાસિક વિજેતાપદ મેળવી લીધું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ ખેલફૂદ મંત્રાલયે બન્ને ચેમ્પિયન ટીમને સોશિયલ મીડિયા મારફત અભિનંદન પાઠવ્યા હતા.
ભારતીય મેન્સ ટીમે ફાઈનલમાં નેપાળને 54-36થી હરાવીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો.
પ્રતીક વાઇકર પુણેનો છે અને તે આ ફાઇનલનો સ્ટાર પ્લેયર હતો.
રવિવારે મહિલાઓની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમે નેપાળને 78-40થી હરાવ્યું હતું. નેપાળની સરખામણીમાં ભારતીય ખેલાડીઓ ઝડપ, વ્યૂહરચના અને ચપળતાની બાબતમાં ચડિયાતી પુરવાર થઈ હતી. એ રીતે, ભારતે આસાનીથી વિજય મેળવી લીધો હતો.
ભારતીય કૅપ્ટન પ્રિયંકા ઇન્ગળે તેના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં હતી. તેના નામે વારંવાર ટચ પૉઇન્ટ લખાયા હતા.
Today’s a great day for Indian Kho Kho.
— Narendra Modi (@narendramodi) January 19, 2025
Incredibly proud of Indian Men's Kho Kho team for winning the Kho Kho World Cup title. Their grit and dedication is commendable. This win will contribute to further popularising Kho Kho among the youth. pic.twitter.com/OvzUV6SpX0
આ પણ વાંચો : સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે સર્જયો ઈતિહાસ
નેપાળની બી. સમઝાનાએ પ્રિયંકાને ફાઇનલની બહાર કરી હતી, પણ એ તબક્કે બી. ચૈત્રાએ જવાબદારી સંભાળી હતી અને ભારતીય ટીમને મુસીબતમાંથી ઉગારી લીધી હતી.
ચૈત્રા ખાસ કરીને ડ્રીમ રન નામના રાઉન્ડમાં છવાઈ ગઈ હતી અને તેને કારણે જ ભારતીય ટીમનો સ્કોર 78 સુધી પહોંચી શક્યો હતો અને ભારત સૌપ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું વિજેતા બન્યું હતું.
ગ્રૂપ સ્ટેજમાં ભારતે સાઉથ કોરિયા, ઇરાન, મલયેશિયાને હરાવ્યા બાદ ક્વૉર્ટરમાં બાંગ્લાદેશને અને સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે જ્વલંત વિજય મેળવ્યો હતો.