સ્પોર્ટસ

ગિલ, ગાયકવાડ, યશસ્વીની ફટકાબાજીએ ભારતને 182/4નો પડકારરૂપ સ્કોર અપાવ્યો

હરારે: ભારતની ‘બી’ કક્ષાની ટી-20 ટીમે અહીં આજે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી ટી-20 મૅચમાં બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવ્યા હતા અને યજમાન ટીમને 183 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો હતો.

બન્ને દેશ પાંચ મૅચની સિરીઝમાં 1-1થી બરાબરીમાં છે. પ્રથમ મૅચના ઝીરો બાદ બીજી મૅચમાં ધમાકેદાર 100 રન બનાવનાર ઓપનર અભિષેક શર્માને યશસ્વી જયસ્વાલના આગમનને કારણે આજે વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો અને તે (અભિષેક) ફક્ત 10 રન બનાવ્યા બાદ વિકેટ ગુમાવી બેઠો હતો.

જોકે એ પહેલાં ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ (36 રન, 27 બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને કૅપ્ટન શુભમન ગિલ (66 રન, 49 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે 8.1 ઓવરમાં 67 રનની દમદાર ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

યશસ્વી આ મૅચથી ભારતીય ટીમ સાથે જોડાયો છે. ટી-20 વર્લ્ડ કપના બીજા બે ખેલાડી વિકેટકીપર સંજુ સૅમસન તથા ઑલરાઉન્ડર શિવમ દુબેને પણ આ મૅચથી ટીમમાં સ્થાન અપાયું છે. પેસ બોલર મુકેશ કુમારના સ્થાને ખલીલ અહમદને ઇલેવનમાં સમાવાયો હતો. વિકેટકીપર જિતેશ શર્મા તથા બૅટર રિયાન પરાગને ઇલેવનની બહાર રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Ind Vs Zim: કૅચ છૂટ્યા પછી મને થયું કે આ દિવસ તો મારો જ છે: અભિષેક શર્મા

શુભમન ગિલે ટૉસ જીતીને નવી પિચ પર બૅટિંગ પસંદ કરી હતી અને તેની હાજરીમાં યશસ્વીએ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. બ્રાયન બેનેટની પ્રારંભિક ઓવરમાં યશસ્વીના 14 રન સહિત કુલ 15 રન બન્યા હતા. યશસ્વીએ એ ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારી હતી.

બીજી ઓવર રિચર્ડ ઍન્ગારાવેએ કરી હતી જેમાં ગિલે બે ફોર અને એક સિક્સરની મદદથી 14 રન બનાવ્યા હતા. ત્રીજી ઓવર ટેન્ડાઈ ચટારાને સોંપાઈ હતી અને યશસ્વીએ તેને પણ નહોતો છોડ્યો. તેણે ઓવરના છેલ્લા બે બૉલમાં ફોર અને સિક્સર ફટકારી હતી.

કૅપ્ટન સિકંદર રઝાએ ચોથી ઓવર બ્લેસિંગ મુઝરાબનીને આપી હતી અને એમાં ગિલે બે ફોર ફટકારી દીધી હતી. ચાર ઓવરમાં ભારતનો સ્કોર વિના વિકેટે 49 રન થઈ ગયો હતો. ત્યાર બાદ ખુદ કૅપ્ટન સિકંદર રઝા મોરચા પર આવ્યો હતો અને તેની બીજી ઓવરના એક બૉલમાં યશસ્વી સ્વિચ હિટ શૉટ મારવા જતાં બૅકવર્ડ પોઇન્ટ પર બેનેટને કૅચ આપી બેઠો હતો.

યશસ્વીની વિકેટ બાદ થોડી વારમાં અભિષેક (નવ બૉલમાં દસ રન)ને પણ રઝાએ પૅવિલિયન ભેગો કરી દીધો હતો. જોકે ગિલને 18મી ઓવર સુધી ઋતુરાજ ગાયકવાડ (49 રન, 28 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે 72 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

ગિલ 18મી ઓવરમાં મુઝરાબનીના બૉલમાં હરીફ સુકાની રઝાને આસાન કૅચ આપી બેઠો ત્યાર બાદ ઋતુરાજ અને સૅમસન વચ્ચે 24 રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારતની ઇનિંગ્સને અંતે સૅમસન 12 રને અને રિન્કુ સિંહ એક રને અણનમ રહ્યો હતો. ઝિમ્બાબ્વેના સાત બોલરમાંથી રઝા તથા મુઝરાબનીને બે-બે વિકેટ મળી હતી.

ભારતની પ્લેઇંગ ઇલેવન આ મુજબ છે: શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સૅમસન, રિન્કુ સિંહ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્ર્નોઈ, આવેશ ખાન અને ખલીલ અહમદ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…