IND vs WI: બુમરાહે વિન્ડિઝ બેટરને કર્યો ક્લીન બોલ્ડ, સ્ટમ્પ ઉછળીને છેક દૂર પડ્યું, જુઓ વિડીયો…

દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને છેલ્લી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, આ મેચ પર ભારતીય ટીમે મજબુત પકડ બનાવી લીધી છે. ભારતીય બેટરોએ શાનદાર બેટિંગ કરી પ્રથમ ઇનિંગમાં 518 રનનો તોતિંગ સ્કોર ખડકયો હતો.
ત્યારબાદ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતીય બોલરોના એટેક સામે ધરાશાયી થઇ ગઈ. પ્રથમ ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝ 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ લીધી પણ સોશિયલ મીડિયા પર બુમરાહે ફેંકેલા એક બોલની ચર્ચા વધુ થઇ રહી છે.
બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ બાદ પહેલી ઓવર જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી હતી. આ ઓવરમાં તેણે ખેરી પિયરને બોલ્ડ આઉટ કર્યો. પિયર કઈ સમજે એ પહેલા બુમરાહે ફેંકેલો બોલ સ્ટમ્પ પર અથડાયો અને સ્ટમ્પ ઉછળીને છેક પાછળ પડ્યું.
પિયર બુમરાહના બોલને ડિફેન્ડ કરવા ઈચ્છતો હતો, પણ તે બોલ મિસ કરી ગયો. બોલ સીધો ઓફ સ્ટમ્પ સાથે અથડાયો. બુમરાહે લીધેલી આ વિકેટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બુમરાહની 50મી ટેસ્ટ મેચ:
આ મેચ જસપ્રીત બુમરાહની કારકિર્દીની 50મી ટેસ્ટ છે. બુમરાહે 2018 માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર રહ્યો છે. તેને ટેસ્ટ ક્રિકેટ 223 વિકેટ લીધી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી મેચની પહેલી ઇનિંગમાં બુમરાહને માત્ર એક જ વિકેટ મળી.