શુભમન ગિલ ‘ઓવર કોન્ફિડન્સ’માં આવી ગયો! વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં આ બે નિર્ણયોની ટીકા…

દિલ્હી: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ભારતે આસાનીથી જીત મેળવી હતી. અમદાવાદમાં રમાયેલી મેચમાં ભારતે માત્ર ત્રણ દિવસમાં જ વેસ્ટ ઇન્ડિઝની ટીમને ઇનિંગ અને 140 રને હરાવી દીધી હતી. બીજી ટેસ્ટમાં જ ભારતીય ટીમને આવી રીતે જ જીત મળવાની આશા હતી, પરંતુ કેપ્ટન શુભમન ગિલનો દાવ ઉલટો પડી રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે.
બીજી ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 518 રન બનાવીને અને ઈનિંગ ડિકલેર કરી, ટીમની પાંચ જ વિકેટ પડી હતી. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ 248 રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી, ભારતીય ટીમને કેપ્ટન શુભમન ગીલે વેસ્ટ ઇન્ડિઝને ફોલ ઓન આપ્યું હતું.
શુભમન ગીલનો પ્લાન હતો કે બીજી ઇનિંગમાં પણ વેસ્ટ ઇન્ડિઝને ઓછા સ્કોર ઓલ આઉટ કરી મેચ ઝડપથી જીતી લેવી, પરંતુ તેનો દાવ ઉલટો પડ્યો છે. બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝે લડાયક બેટિંગ કરી છે.
હવે કેપ્ટન શુભમન ગીલના બે નિર્ણયોની ટીકા કરવામાં આવી રહી છે. ભારતીય ટીમ હજુ વધુ સમય બેટિંગ કરીને 600થી વધુ સ્કોર કરી શકી હોય, પરંતુ મેચ ઝડપથી જીતવાના પ્રયાસમાં ગીલે ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.
ફોલો-ઓન આપવાની જરૂર હતી?
વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ઇનિંગમાં ફક્ત 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, ત્યારે એવું લાગ્યું કે ગિલલે સાચો નિર્ણય સાચો હતો, પરતું પછી કેપ્ટન ગિલે ભૂલ કરી. ગિલે બીજી ઇનિંગમાં બેટિંગ ન કરવાનો નિર્ણય લીધો અને વેસ્ટ ઈન્ડિઝને ફોલો-ઓન આપ્યું. ભારતીય ટીમે છેલ્લા ઘણા વર્ષોથી તક હોવા છતાં સામે વાળી ટીમને ફોલો-ઓન આપ્યું ન હતું.
ભારતીય ફોલ ઓન આપ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ શાનદાર બેટિંગ કરી રહી છે. લોકો ટીકા કરી રહ્યા છે કે ગિલ ઓવર કોન્ફીડન્સમાં આવા નિર્ણયો લઇ રહ્યો છે. જો કે ભારત હજુ પણ મજબુત સ્થિતિમાં છે મેચ જીતે એવી પૂરી શકયતા છે.
આ પણ વાંચો…લારા શનિવારે ડ્રેસિંગ-રૂમમાં ગયો અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝની બૅટિંગ સુધરી ગઈ!