સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાએ ઇશાન, તિલક, સૂર્યા, અક્ષર અને હાર્દિકનો પરચો જોઈ લીધો…

નવી મુંબઈઃ અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં બુધવારે મેન્સ ટી-20 વર્લ્ડ કપ પહેલાંની વૉર્મ-અપ મૅચમાં 2024ના વિશ્વ કપના રનર-અપ સાઉથ આફ્રિકા (South Africa)એ એ જ વર્ષના ચૅમ્પિયન ભારત (India)ના બૅટ્સમેનોની ધમાકેદાર બૅટિંગની ઝલક જોઈ લીધી હતી.

બે દિવસ પહેલાં અમેરિકાને પ્રથમ વૉર્મ-અપ મૅચમાં 38 રનથી હરાવનાર ભારતે બુધવારની પ્રૅક્ટિસ-મૅચમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 240 રન કર્યા હતા. આ પ્રૅક્ટિસ-મૅચ હોવાથી બન્ને ટીમે પોતાના કુલ 15-15 ખેલાડીને રમાડ્યા હતા જેમાં 11-11 ખેલાડીએ બૅટિંગ અને 11-11 ખેલાડીએ ફીલ્ડિંગ કરી હતી.

PTI

ખાસ કરીને ઇશાન કિશન (53 રન, 20 બૉલ, સાત સિક્સર, બે ફોર), તિલક વર્મા (45 રન, 19 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર), સૂર્યકુમાર (30 રન, 16 બૉલ, બે સિક્સર, બે ફોર), અક્ષર (35 અણનમ, 23 બૉલ, બે સિક્સર, બે ફોર) અને હાર્દિક (30 રન, 10 બૉલ, ત્રણ સિક્સર, બે ફોર)ના સૌથી ધમાકેદાર અને મોટા યોગદાન હતા. ઇશાન રિટાયર-આઉટ થયો હતો, પરંતુ 24 રન કરનાર અભિષેક રિટાયર-હર્ટ થયો હતો.

સાઉથ આફ્રિકાના આઠ બોલરમાંથી યેનસેન, મફાકા, બૉશ્ચ અને નોર્કિયાને એક-એક વિકેટ મળી હતી. ભારતના દાવ પછી સાઉથ આફ્રિકા માટે જીતવું કઠિન થઈ ગયું હતું. શનિવાર, સાતમી ફેબ્રુઆરીએ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button