સ્પોર્ટસ

India v/s South Africa ODI: સ્મૃતિ મંધાના સેન્ચુરીની હૅટ-ટ્રિક ચૂકી, પણ એક મોટો વર્લ્ડ રેકૉર્ડ રચી દીધો

ભારતે સાઉથ આફ્રિકા સામે 3-0થી ક્લીન સ્વીપ કરી

બેન્ગલૂરુ: ભારતની જગવિખ્યાત ઓપનર સ્મૃતિ મંધાના (90 રન, 83 બૉલ, અગિયાર ફોર) રવિવારે અહીં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 10 રન માટે આઠમી વન-ડે સદી ચૂકી ગઈ હતી, પરંતુ તેણે એક મોટો વિશ્ર્વવિક્રમ રચી દીધો હતો. તે ત્રણ વન-ડેની દ્વિપક્ષી શ્રેણીમાં વિશ્ર્વમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી.

સ્મૃતિ (Smriti Mandhana)એ આ શ્રેણીમાં બે સેન્ચુરી (117 અને 136) ફટકાર્યા બાદ રવિવારે 90 રન બનાવ્યા એ સાથે સિરીઝમાં તેના 343 રન થયા. આ નવો વિશ્ર્વવિક્રમ છે. તેણે આ વર્ષની શરૂઆતમાં ત્રણ વન-ડેની શ્રીલંકા સામેની શ્રેણીમાં કુલ 335 રન બનાવનાર સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટના વર્લ્ડ રેકૉર્ડને તોડી નાખ્યો હતો.

સ્મૃતિ મંધાનાએ એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતીય મહિલાઓમાં જયા શર્માનો 309 રન (2003માં ન્યૂ ઝીલૅન્ડ સામે પાંચ મૅચમાં)નો વિક્રમ પણ તોડી નાખ્યો હતો. એ સાથે, સ્મૃતિએ મિતાલી રાજ (ઑસ્ટ્રેલિયા સામે કુલ 289)ના આંકડાને પણ પાર કર્યો હતો.

સ્મૃતિ 7,000 ઇન્ટરનૅશનલ રન પૂરાં કરી ચૂકી છે. તે એક વન-ડે સિરીઝમાં 300-પ્લસ રન બનાવનારી એશિયાની પ્રથમ મહિલા ક્રિકેટર પણ બની છે.

રવિવારે ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે પણ જીતીને 3-0થી એનો વ્હાઇટવૉશ કર્યો હતો. અરુંધતી તથા દીપ્તિની બે-બે વિકેટને લીધે સાઉથ આફ્રિકાની ટીમ આઠ વિકેટે 215 રન બનાવી શકી હતી. જવાબમાં ભારતે સ્મૃતિના 90 રન ઉપરાંત, હરમનપ્રીતના 42 રનની મદદથી માત્ર 40.4 ઓવરમાં ચાર વિકેટે 220 રન બનાવીને છ વિકેટે વિજય મેળવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો