ભારતના 20 ઓવરમાં 5/231, હાર્દિકના 63માંથી 50 રન છગ્ગા-ચોક્કામાં…

અમદાવાદઃ સાઉથ આફ્રિકા સામેની નિર્ણાયક ટી-20માં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 231 રન કર્યા હતા. તિલક વર્માએ 42 બૉલમાં ટીમમાં હાઇએસ્ટ 73 રન કર્યા હતા, પણ હાર્દિક પંડ્યા (Hardik)ની ઇનિંગ્સ સૌથી ધમાલભરી હતી.
હાર્દિક ક્રિકેટ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં છવાઈ ગયો હતો. તેણે પાંચ ફોર અને પાંચ સિક્સરની મદદથી ફક્ત પચીસ બૉલમાં 63 રન કર્યા હતા. તેના 63માંથી 50 રન છગ્ગા-ચોક્કાથી બન્યા હતા.

તિલક-હાર્દિક (Tilak -Hardik) વચ્ચેની ચોથી વિકેટ માટેની 105 રનની ભાગીદારીએ ભારતની ઇનિંગ્સમાં મોટો પલટો લાવી દીધો હતો. તેમણે 44 બૉલની ભાગીદારીમાં ટીમનો સ્કોર 115 પરથી 220 ઉપર લાવી દીધો હતો.
સૅમસને 37 રન અને અભિષેકે 34 રન કર્યા હતા. શિવમ દુબેએ પણ થોડી ફટકાબાજી કરવાની તક ઝડપી લીધી હતી. તે ત્રણ બૉલમાં એક છગ્ગા અને એક ચોક્કા સાથે બનેલા 10 રને અણનમ રહ્યો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (પાંચ રન) ફરી એકવાર સારું રમવામાં નિષ્ફળ ગયો હતો.
પ્રવાસી ટીમના બોલર્સમાંથી કૉર્બીન બોશ્ચે સૌથી વધુ બૅ વિકેટ લીધી હતી.



