સ્પોર્ટસ

IND vs SA 4th T20I: કેવી રહેશે એકાના સ્ટેડિયમની પીચ? ભારતની સંભવિત પ્લેઇંગ-11…

લખનઉ: ભારત અને દક્ષિણ આફ્રિકાની પુરુષ ક્રિકેટ ટીમો વચ્ચેની 5 T20I મેચની સિરીઝની ચોથી મેચ આજે બુધવારે સાંજે લાખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ સિરીઝમાં હાલ 2-1થી આગળ છે, આજની મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝ કબજે કરવાના ઈરાદે મેદાને ઉતરશે.ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20I મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટોસ તેના અડધો કલાક વહેલા, સાંજે 6:30 વાગ્યે થશે.

એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચ:
એકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચમાં કાળી માટીનું પ્રમાણ વધુ જોવા મળશે. સામાન્ય રીતે મેચ આગળ વધતાં પિચથી બાઉન્સ મળતો ઓછો થતો જાય છે. આ પીચ બેટર્સ માટે પડકારજનક માનવામાં આવે છે. પાવર હીટરને ટેકનિક સાથે રમવાની જરૂર રહેશે. પીચ પર બોલ થોડો અટકીને આવે છે, જેના કારણે ટાઈમિંગ સાથે રમવું જરૂરી છે. સ્પિનરો અને સ્પિડ વેરીએશન કરતા બોલરોને ફાયદો મળે છે.

સીમ બોલર્સને પહેલા પાવરપ્લે દરમિયાન ફાયદો મળી શકે છે, પરંતુ મેચ આગળ વધે તેમ પીચ સ્પિનર ફ્રેન્ડલી બનતી જાય છે.

લો સ્કોરિંગ મેચ રહેવાની શક્યતા:
એકાના ક્રિકેટ સ્ટેડિયમાં પ્રથમ ઇનિંગ્સનો સ્કોર 151 થી 165 ની વચ્ચે રહે છે. પહેલા બોલિંગ કરતી ટીમોએ લગભગ 60 ટકા મેચ જીતી છે.

આ મેદાન પર ડોમેસ્ટિક T20 મેચોમાં પ્રથમ ઇનિંગ્સનો સ્કોરનો એવરેજ સ્કોર 151 રન રહ્યો છે. આ સ્થળે હાઈએસ્ટ સ્કોર 183/4 છે.

હવામાન કેવું રહેશે?
લખનઉમાં આજે સાંજે હવામાન ચોખ્ખું રહેશે, વરસાદ પાડવાનો કોઈ શક્યતા નથી. દિવસનું તાપમાન 25°C ની આસપાસ રહેવાની શક્યતા છે, જે રાત્રે તાપમાન લગભગ 11°C સુધી ઘટી શકે છે.

સંભવિત પ્લેઇંગ-11:
અક્ષર પટેલ બિમાર હોવાને કારણે સિરીઝની બાકીની બે મેચ નહીં રમે. જસપ્રીત બુમરાહ પારિવારિક કારણોસર ઘરે પરત ફર્યો છે, તે ત્રીજી મેચ રમ્યો ન હતો, એ ચોથી મેચમાં પણ રમે એવી શક્યતા ઓછી છે. ભારતીય ટીમ ધર્મશાળામાં હતી એ જ પ્લેઇંગ-11 સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.

ભારતની સંભવિત પ્લેઇંગ-11:
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (C), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (WK), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button